નર્મદાની સંખેડા માઇનોર કેનાલમાં પંથકમાં ભારે વરસાદ થતાં તે પાણી ઘૂસી ગયા હતા. જેને પગલે બોડેલી તાલુકાના ભુરીયા કુવા પાસે કેનાલ ઓવરટોપીંગ થઈ હતી. આ કેનાલ છલકાઇ જતા મોટું ગાબડું કેનાલમાં પડ્યું હતું. કેનાલમાંથી છલકાઈને નીકળેલા પાણી ભુરીયાકુવા, ઢેબરપુરા, પીછુવાડા ગામોના ખેડૂતોના લગભગ 35 થી 40 વીઘા કપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. આ ઘટના વહેલી સવારે બની હતી નર્મદા તંત્ર ની કેનાલમાંથી વછૂટેલાં પાણી ખેતરોને જળબંબાકાર કરી જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.
બોડેલી તાલુકામાંથી નીકળતી નર્મદાની સંખેડા માઇનોર કેનાલમાં વરસાદી પાણી ઘુસી જતા ભુરીયા કુવા પાસે કેનાલ છલકાઇ ગઇ હતી. કેનાલ તૂટતાં તેમાંથી ઘૂઘવતા પાણીએ જમણા કાંઠાના એમબેન્કમેન્ટ પર વિશાળ ગાબડું પાડી દેતા 40 વીઘા ખેતીવાડીની જમીનમાં આ ઘોડાપુર સાથે સ્થાનિક ખેડૂતો માટે આફત, મુસીબત લઇ આવેલા પાણી ફરી વળ્યાં હતા.
રાત્રે અલ્હાદપુરા થી લઇ વડેલી, ભૂરીયાકુવા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદી પાણી નર્મદા નહેરમાં પ્રવેશી ગયા હતા.જેને લીધે આ દુર્ઘટના બની હતી.
બોડેલી પાસેથી સંખેડા ડિસ્ટ્રીબ્યુટરી નીકળે છે.આ કેનાલ અલ્હાદપુરાથી બાંગાપુરા સુધી જમીન લેવલ પર આવેલી છે.જ્યારે ભૂરીયાકુવા કુવા પાસે ફીલિંગમાં આવે છે.એટલે કે તેનું લેવલ જમીન કરતાં ઊંચું છે.અહીં ઊંચા કેનાલના પાળા બનાવેલા છે.જ્યાં જમીન લેવલ પર છે તે વિસ્તારમાંથી વરસાદી પાણી નહેરમાં ઘૂસી ગયા હતા.તે નહેરમાં વહી પાંચેક કીમી દૂર આવેલ ભૂરિયાકુવા પહોંચી ત્યાં નજીકમાં જ એક સાયફન સ્ટ્રક્ચર આવેલું છે તેના કૂવામાં પાણી એકદમ સરકી આગળ જઇ શક્યા નહી અને કેનાલ છલકાઇ ગઇ હતી.પ્રારંભે સામાન્ય ગાબડું પડ્યું જે પ્રચંડ પ્રવાહને પગલે . કેનાલના જમણાં કાંઠાનો પાળો ધોવાણ થઇ જતાં પુરપાટ વહેતાં પાણીએ ગણતરીની મિનિટોમાં જ 35 થી 40 વિંઘા ખેતરોને જળબંબાકાર કરી દીધા હતા .ત્યારે તળાવમાં જતા રહે.તળાવમાં આવું એસ્કેપ આપવાથી સ્થાનિક કિસનોનો કાયમી પ્રશ્ન હલ થઇ જશે તેમ આ વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે
બોક્સ 1
ઉનાળામાં નહેર તંત્રની લાપરવાહી અને ચોમાસામાં વરસાદી પાણીને લીધે ચોથી વાર કેનાલ છલકાઇ જેના વારંવાર ખેડૂતો ભોગ બન્યા !
– બાબુભાઇ ગંભીરભાઇ બારીયા, માજી સરપંચ, મુ.ભૂરીયાકુવા તા.બોડેલી
ચોમાસામાં વરસાદી પાણી નહેરમાં દર વર્ષે પ્રવેશી જાય છે.તેને અટકાવવા નહેર તંત્ર નિષ્ફળ ગયું છે.જેને લીધે નહેરમાં સિંચાઇ પાણી છોડાતાં ન હોવા છતાં વરસાદી પાણી અમારા ખેતરોમાં કેનાલ તોડી ઘૂસી જાય છે. ઉનાળામાં પણ અણઘડ એન્જીનીયરોના પાપે વારંવાર કેનાલ ઓવર ટોપીંગ થઇ જાય છે.ચોમાસા, ઉનાળા બંને સીઝનમાં કેનાલના પાણી દર વર્ષે અમારી આવી દુર્દશા નોતરી જાય છે.તેનો કાયમી ઉકેલ લાવવા ધારાસભ્ય અભેસિંહ તડવીને અમે રજુઆત કરી છે.
બોક્સ 2
નર્મદાની સંખેડા ડિસ્ટ્રીબ્યુટરી ભૂરીયાકુવા કુવા પાસે વારંવાર છલકાઇ જાય છે અને વિસ્તારના કિસાનોની ખેતીવાડી તબાહ, બરબાદ કરી જાય છે.તેને અટકાવવા નર્મદા અધિકારીઓ નાકામિયાબ નીવડ્યા છે ત્યારે આ નર્મદા નહેરમાંથી એક ફાંટો કાઢી નજીકમાં જ આવેલ ભૂરીયાકુવા તળાવમાં આપી દેવો જોઈએ.જેથી પાણી ઓવર ટોપ થાય ત્યારે તળાવમાં જતા રહે.તળાવમાં આવું એસ્કેપ આપવાથી સ્થાનિક કિસનોનો કાયમી પ્રશ્ન હલ થઇ જશે તેમ આ વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


