10 જુલાઈ 22 નાં રોજ બોડેલી તાલુકા મા ભારે વરસાદ થયો હતો જેને લઇ ઓરસંગ નદી મા ભારે પૂર આવ્યું ઓરસંગ નદીની બાજુમાં ઓરસંગના કોતર ઉપર બનાવેલ પૂલ કે જે 15 જેટલા ગામોને જોડે છે તે પૂલ સદંતર રીતે ધરાશાઈ થયો હતો.આ તમામ ગામના લોકોને બોડેલી આવવા માટેનો રસ્તો બંધ થયો હતો.આજે એક વર્ષ પૂરું થયું. છતા તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી . લોકોને તો અવર જવર માટે હાલાકી પડી રહી જ છે સાથો સાથ જે બાળકો આ કાચા રસ્તે થી સ્કૂલ પર જાય છે તેમની હાલત કફોડી બની છે. ચોમાસાની શરૂઆત થતા હવે આ બાળકોના અભ્યાસ પર પણ સીધી અસર થશે જેની ચિતા વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોને ચિંતા થઇ રહી છે ને માંગ કરી રહ્યા છે કે તેમના માટે સરકાર બ્રિજ બનાવી આપે વાંટા ગામથી પાવીજેતપુર તરફ જવા માટેનો સારો રસ્તો હોઈ રાહદારી પોતાના વાહન ની સ્પીડ પણ વધતી દેતા હોય છે . પણ તેમને એ ખબર નથી હોતી કે આગળ પૂલ તૂટી ગયેલ છે. પૂલ નજીક આવતા રાહદારી બેક લગાવી દેતાં હોય છે જોકે હાલ સુધી કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો.જો રાહદારી ની ભૂલ થાય તો ચોક્કસ કોઈ નો જીવ પણ જઈ શકે છે. તંત્ર ની બેદરકારી તો જુવો કે આ રસ્તે કોઈ સાવચેતી નું બોર્ડ પણ લગાડવા માં આવ્યું નથી. જે ચેતી જાય છે તે રસ્તો બદલી લે છે પણ વરસાદ નાં સમયે કોઈ રાહદારી નું ધ્યાન ના પડે તો હાસ્સો પણ સર્જાય શકે છે.
રસ્તો તો બંધ થતા લોકોને અવર જવર કરવા માટે જે હાલાકી પડી રહી છે તેને લઈ વાંટા ગામના સરપંચ દ્વારા ઓરસંગ નદી કિનારા ની બાજુ માં હાલ ડાયવર્જન બનાવી દેવામા આવ્યું છે જે કાચું છે. રાહદારી ઓ છેલ્લા એક વર્ષથી તેનો ઉપયોગ કરે છે . જોકે ફરી વરસાદ થશે ત્યારે ઓરસંગ નદી મા પાણી આવશે અને ડાયવર્જન નું નામો નિશાન નહીં રહે ત્યારે લોકો ને જે ભારે હાલાકી પડશે તેની ફિકર તંત્ર એ કરવી જોઇએ .તંત્રમાં વારંવાર રજૂઆતો બાદ પણ તંત્ર હરકત માં આવ્યું નથી .શું કોઈ નો ભોગ લેવાશે ત્યાર બાદ તંત્ર જાગશે ? છેલ્લા એક વર્ષથી ધરાશાઈ થયેલા પૂલ નું નવું નિર્માણ ન થતા ગામજનો માં રીતસર ની નારાજગી છે .ત્યારે આ વિસ્તારના લોકો ની ફિકર સરકાર કરે તે જરૂરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


