સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવવા આવી પહોંચ્યા અને આ એક એવી સંસ્થા છે કે જ્યાં રખડતી ભટકતી નિરાધાર મનોરોગી મહિલા પુરા એ દેશમાંથી પોલીસ મૂકી જાય છે અને આશ્રમના ભક્તિરામબાપુ દ્વારા વિનામૂલ્ય તેમની સારવાર કરવામાં આવે છે. આવી અદભુત સેવા કરનાર આશ્રમના મનોરોગી મહિલાઓ અને ભક્તિરામબાપુના સાનિધ્યમાં જન્મદિવસ ઉજવી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ દ્વારા અનોખી રીતે જન્મ દિવસ ઉજવી મનોરોગી બહેનોએ કેક કાપી ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ દ્વારા દરેક બહેનોના મોં મીઠાં કરાવી ફુલડે વધાવી મુખ્યમંત્રીને શુભકામનાઓ આપી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ ઉજવવા માટે માનવ મંદિર આશ્રમની બહેનોએ પણ જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી મુખ્યમંત્રીને માનવ મંદિરની બહેનોએ પણ લાંબા આયુષ્યની અને યશકિર્તીની શુભકામનાઓ સહ આશીર્વાદ આપ્યા હતા..
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હરિના બાળકો વચ્ચે મનાવી મુખ્યમંત્રીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આવો અનોખો જન્મદિવસ કદાચ ગુજરાતમાં પ્રથમ ઉજવાઈ રહ્યો હોય છે આ તકે મહેશભાઈ કસવાળા,પ્રવિણભાઇ સાવજ, જીવનભાઇ વેકરીયા, રાજુભાઇ દોશી, વિજયસિંહ વાઘેલા, પરાગ ત્રિવેદી, પ્રવીણભાઈ કોટીલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા..


