બોટાદ જિલ્લાના રાણપુરમાં મહિલા અને બાળવિકાસ યોજના કચેરી રાણપુર ખાતે ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે
મિલેટ્સથી બનતી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન જે અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે.ગ્રામ્ય વિસ્તારમાં સેજા કક્ષાએ આંગણવાડી ખાતે ગત તા. ૦૧ થી ૦૮ જુલાઈ સુધી મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ હતી.જેમાં કુલ ૮૬ આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં ભાગ લઈ પરંપરાગત ધાન્યનો ઉપયોગ કરી પોષણયુક્ત વાનગી બનાવી હતી. જે પૈકી ૧૨ વિજેતા બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઘટક કક્ષાની વાનગી સ્પર્ધા ઉજવણીમાં વિજેતા બહેનો દ્વારા બનાવેલા વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમે રાજપુરા કેન્દ્ર નં-૧ , દ્વિતીય ક્રમે ખસ કેન્દ્ર નં-૪, તૃતીય ક્રમે કુંડળી કેન્દ્ર નં-૨ ના બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના પ્રોગ્રામ ઓફિસર અલ્પાબેન મકવાણા, નાયબ તાલુકા વિકાસ અધિકારી એકતાબેન કાપડીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ લીંબોલા,NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર વિકીભાઈ દુધરેજીયા,મુખ્ય સેવિકા માણેકબેન શ્રીમાળી,NNM બ્લોક કોર્ડીનેટર ધવલભાઈ સિંગલ,NHM બ્લોક કોર્ડીનેટર રાજુભાઈ સોલંકી, પાંચાભાઇ, આંગણવાડીના વર્કર બહેનોની ઉપસ્થિતિમાં મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


