જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમા ધોરણ -૧૦ પછી વિવિધ અભ્યાસક્રમોમા પોલીટેકનીક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. તા. ૧પ/૭/ર૦ર૩ ના વિવિધ પોલીટેકનીક અભ્યાસક્રમ પૂર્ણ કરેલહોય તેવા વિધાર્થીઓને તેમના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ કૃષિ મહાવિધાલયના યજમાન પદે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડો. વી. પી.ચોવટીયા, સૈારાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી, ગીરીશભાઈ ભીમાણી, સંશોધન નિયામકશ્રી,ડો.આર.બી.માદરીયા,આચાર્ય અને ડીનશ્રી, કૃ.મ.વિ., જુનાગઢ ડો. એસ.જી. સાવલીયા,વિસ્તરણ શિક્ષાણ નિયામકશ્રી, ડો. એન.બી.જાદવ, નિયામકશ્રી વિધાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.આર. એમ. સોલંકી તથા વિવિધ કોલેજના આચાર્ય અને ડીનશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ પોલીટેકનીક કોલેજ કૃષિ, બાગાયત, એગ્રોપ્રોસેસીંગ અને કૃષિ ઈજનેરીના કુલ ર૦ર વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સૈારાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણીએવિધાર્થીઓને તેઓએ મેળવેલ કૃષિ અંગેનું તકનીકી જ્ઞાન ખેડુતો સુધી પહોચાડી દેશના કૃષિ
વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતુ. કાર્યક્રમના અધ્યક્ષા અને યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાએ પણ વિધાર્થીઓને કૃષિના મહત્વ વિશે ખૂબજ ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યુ હતું.
કાર્યક્રમના અંતે કૃષિ મહાવિધાલયના આચાર્યઅને ડીનશ્રી ડો. એસ.જી. સાવલીયાએ ઉપસ્થિત રહેલ આભાર વિધિ કરી હતી.


