Gujarat

કઠલાલ ના  પીઠાઇ ગામે થી ૬.૨૭ લાખ નો વિદેશી દારૂ ઝડપાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ પોલીસે પીઠાઈ ગામે એક વ્યક્તિને ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.કઠલાલ  પોલીસે બુટલેગરના ઘરે ત્રાટકી સંતાડેલો રૂપિયા ૬.૨૭ લાખના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો છે.
 વિગતો મુજબ કઠલાલ પોલીસ ને મળેલ ગુપ્ત બાતમીના આધારે ગત રાત્રી દરમિયાન પીઠાઈ ગામની સીમમાં તળાવ પાસે રહેતો અને દારૂનો વેપલો કરતો સાજીદમીયા અબ્બાસમીયા પઠાણના ઘરે દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીંયાથી ભાગવા જતા ઈમરાનખાન જાનીખાન પઠાણને ઝડપી લીધો હતો. જ્યારે સાજીદમીયા પઠાણ હાજર મળી આવ્યો નહોતો. પોલીસે પકડાયેલા ઈસમને સાથે રાખી તપાસ હાથ ધરતા છાપરાની ખુલ્લી ઓસરીમા છુપાવેલો વિદેશી દારૂનો જંગી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો.
ગણતરી કરતા વિદેશી દારૂની બોટલો ૧૨૩૬ તથા બિયર ટીન ૯૬ મળી કુલ રૂપિયા ૬ લાખ ૨૭ હજાર ૬૦૦ નો પ્રોહીબીશન મળી આવ્યો હતો. આ બાદ પકડાયેલા ઈસમ પાસેથી મોબાઇલ પણ જપ્ત કરી પોલીસે કૂલ બે સામે ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

IMG-20230715-WA0025-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *