આગામી તા. ૨૯ જુલાઈ ડિસેમ્બરનાં રોજ મહોરમ નો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુલેહશાંતી અર્થે સાવચેતીનાં પગલા લેવા તા.૨૧/૭/૨૦૨૩ થી તા.૩૦/૭/૨૦૨૩ (બન્ને દિવસો સહિત) ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (સને- ૧૯૭૪ અધિનિયમ-૨) ની કલમ ૧૪૪ હેઠળ કોઇપણ ઢોર, પશુઓની કતલખાનાં બહાર જાહેર જગ્યાઓમાં કે શેરીઓમાં કતલ કરવા પર પ્રતીબંધ ફરમાવતુ જાહરનામાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.જી.પટેલે તેમને મળેલ સત્તાની રૂએ મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.
