Gujarat

જુનાગઢ ના ભેસાણ તાલુકાના ચુડા( સોરઠ) ગામે હાઇસ્કુલ કર્મચારી નાગજીભાઈ કેશુભાઈ કોરાટ નિવૃત થતાં સ્કૂલના રીનોવેશન માટે આપ્યું 1,00,111( એક લાખ એકસો અગીયાર) રૂપિયા નું અનુદાન..

ભેસાણ તાલુકાના ચુડા ગામે શ્રીમતી એ.બી.યૂ .દોસી હાઈસ્કૂલના કર્મચારી નાગજીભાઈ કેશુભાઈ કોરાટ પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને થોડા દિવસો પહેલા તેની નિવૃત્ત થયા છે સ્વાભાવિક છે કે કોઈપણ કર્મચારી કોઈપણ સંસ્થા કે કોઈપણ કચેરી માં નોકરી કરતા હોય તેની સાથે તેની લાગણીઓ જોડાયેલી હોય છે એવું સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા નાગજીભાઈ કોરાટે વાત કરતા જણાવ્યું હતું કે મે અહીં 35 વર્ષ ફરજ બજાવી છે અને હું એવું માનું છું કે વિદ્યા દાનથી મોટું કોઈ દાન હોતું નથી અને મને સંસ્થાએ ઘણું આપ્યું છે તેથી મારે પણ નિવૃત્ત થતા સંસ્થાને ફુલ નહીં તો ફૂલની પાંખડી આપવી જોઈએ અને આવનારા સમયમાં ક્યારેય પણ સંસ્થાને મારી જરૂર પડે તો હું સેવા આપવા તત્પર રહીશ. આ તકે ઉપસ્થિત રહેલ્ કેળવણી મંડળના મંત્રી શ્રી ભાઈલાલભાઈ તેરૈયા ને ચેક અર્પણ કર્યો હતો આ ક્ષણે ગામના માજી સરપંચ જયસુખભાઈ વઘાસિયા અને આચાર્ય શ્રી મહેતા સાહેબ અને માજી પ્રમુખ દેવરાજભાઈ નાગાણી અને સ્કૂલનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા…
. ભાઈલાલભાઈ તેરૈયા મંત્રી શ્રી કેળવણી મંડળ
… રિપોર્ટ બાય પંકજ વેગડા ભેસાણ

IMG-20230719-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *