અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 25 વર્ષ વિધાર્થીઓના હેત માટે અને સમાજના હિત માટે કામ કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે જે ઠરાવ મુજબ જે TET-1-2, TAT-1 પાસ ઉમેદવાર ની ભરતી જ્ઞાન સહાયક 11 માસ ના કરાર આધારિત કરવા જઇ રહ્યું છે. એ રાજ્યના શિક્ષણ પર ખૂબ જ માઠી અસર થઇ રહી છે. ઠરાવમા જણાવ્યા મુજબ “જ્ઞાન સણયક” ની ભરતી TET અને TAT પરીક્ષા આધારિત થવાની છે, તો જો કરાર આધારિત ભરતી નું આયોજન થઇ શકતું હોય તો કાયમી ભરતી નું આયોજન કેમ ન થાય? દરેક વિધાર્થીઓ માટે આ એક મહત્વનો પ્રશ્ન છે રાજ્યના તમામ વિધાર્થીઓ અને ઉમેદવારોના ભાવીની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા ઠરાવ રદ્દ કરી જૂની નિમણુંક પદ્ધતિ પ્રમાણે TET 1 2 અને TAT 1, 2માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને વહેલી મા વહેલી તકે ભરતી પ્રસિધ્ધ કરી કાયમી નિમણૂંક આપવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


