આદિવાસીઓના ઉત્થાન માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું શિક્ષણ મળી રહે તે માટે આદિજાતિ વિભાગ દ્વારા મોડેલ તેમજ નિવાસી શાળાઓ કાર્યરત છે અધ્યતન સુવિધા યુક્ત બિલ્ડિંગમાં રહેવા જમવા યુનિફોર્મ શૈક્ષનિક સામગ્રી સહિત જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને પુરી પાડવામાં આવે છે, અને સરકારના આદિવાસી સમાજને આગળ લાવવાના આ પ્રયાસોને સાર્થક કરતું ઉદાહરણ છોટાઉદેપુર ના પુનિયાવાટ શિક્ષણ સંકુલ માં ચાલતી માલાજા કન્યા નિવાસી શાળા એ પૂરું પાડ્યું છે. મલાજા કન્યા નિવાસી શાળામાં 23 વિદ્યાર્થીનીઓ 12 સાયન્સમાં ઉચ્ચ પરિણામ મેળવી નીટ ની પરીક્ષા પણ સારા માર્કસે ઉતીર્ણ કરી છે, પાસ કરનાર બાળકીઓએ પોતાની સફળતાનો શ્રય સરકારને તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકોને આપ્યો છે. શિક્ષકો દ્વારા શાળામાં જ વિદ્યાર્થીનીઓને નીટ ની તૈયારી કરાવી અને હવે જ્યારે નીટમાં પણ સફળતા પ્રાપ્ત કરી ત્યારે વિદ્યાર્થીનીઓને મેડિકલ માં પ્રવેશ માટે પણ શાળા દ્વારા માર્ગદર્શનની સાથે પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયાની તમામ કાર્યવાહી શાળા માંથી જ કરાઈ રહી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


