અમદાવાદ
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતનો મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત ૯ લોકોના જીવ લેનારા અબજાેપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત ૬ લોકોની પોલીસે અટકાયત કરી છે. રાત્રે જેગુઆર કારમાં અબજાેપતિ નબીરા તથ્ય સાથે તેની ત્રણ મહિલા મિત્રો પણ કારમાં સવાર હતી. હાલ આરોપી તથ્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્રણ યુવતીઓ અને બાકીના તેના મિત્રો રાત્રે જ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયા હતા તો અબજાેપતિ નબીરા તથ્યને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ રાત્રે મોંઘી ગાડી લઈને આવ્યા અને અકસ્માત સ્થળેથી પોતાના કુપુત્ર લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ તેમણે સિમ્સ હોસ્પિટલમાં પોતાના અબજાેપતિ નબીરાને દાખલ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી પોલીસે સિમ્સ હોસ્પિટલમાં જ તેને નજરકેદ કર્યો છે. બીજી બાજુ અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ૯ લોકોનો જીવ ગયો છે. સમગ્ર મામલે ટ્રાફિક ઁૈં વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અકસ્માત કેસમાં ૬ લોકોની અટકાયત કરી છે. આપને જણાવીએ કે, આરોપી તથ્ય સહિત ૬ લોકોની અટકાયત કરી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર ૩ યુવતી સહિત ૬ લોકોની અટકાયત કરાઈ છે.


