Gujarat

ઊના શહેરમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા પાંજરૂ ગોઠવ્યું…

ઊના દેલવાડા રોડ પર આવેલ પરીમલ સોસાયટી તેમજ ઉન્નત નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની રંજાડ
હોય અને મોડી રાત્રીના સમયે દીપડા રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયેલ હતું. થોડા દિવસ
પહેલા રહેણાંક મકાનની કંપાઉન્ડ દિવાલ પર દીપડો મોડી રાત્રીના બેઠો હોય આ અંગેની જાણ વનવિભાગને કરતા વનવિભાગ દ્રારા
રહેણાંક વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યુ હતું. અગાઉ ૧૫ દિવસ પહેલા ચંન્દ્રકિરણ સોસાયટી વિસ્તારમાં રાત્રીના દશ
વાગ્યામાં દીપડો શિકાર માટે ભૂડની પાછળ દોટ મુકતા સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયેલ હતો. ત્યાર બાદ ઉન્નતનગર તેમજ
પરીમલ સોસાયટીમાં દીપડો રાત્રીના આંટાફેરા કરતા આ વિસ્તારમાં વસતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયુ હતું.

-રહેણાંક-વિસ્તારમાં-દીપડાના-આંટાફેરા-પાંજરૂ-ગોઠવ્યું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *