Gujarat

રાજુલા શહેર અને વાવેરા ગામમાં વલી મટકા ના જુગાર અને દારૂ અડ્ડાઓ બંધ કરાવા બાબતે પત્રકાર વિક્રમભાઈ સાખટ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને ટ્વિટર અને ઈમેલ દ્વારા કરવામાં આવી રજૂઆત  

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ખુબ મોટા પ્રમાણમાં દેશીદારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, અને રાજુલા શહેરમાં વલી મટકા નો જુગાર ખુલ્લે આમ રમાઈ રહ્યો છે તેમજ રાજુલા તાલુકાના વાવેરા ગામે પણ વલી મટકા નો જુગાર ખુલ્લે આમ રમાઈ રહ્યો છે ત્યારે રાજુલા તાલુકામાં મોટા ભાગની કોળી સમાજ ની વસ્તી હોય અને ગરીબ વર્ગના લોકો ની મહીલાઓ આખો દિવસ મહેનત મજુરી કરીને પોતાનું ઘરનું ચલાવી રહી હોય અને સાંજે ઘરે આવે ત્યા તેમનાં પતિ મારી કુટીને પૈસા લઈ ને દારૂ અને વલી મટકા ના જુગાર રમી રહ્યા હોય છે ત્યારે મહિલા ઓ ખુબ હેરાન પરેશાન થઈ રહ્યા હોય છે ત્યારે રાજુલા તાલુકાના મોટા ભાગના ગામોમાં દારૂ નુ ખુબ મોટા પ્રમાણમાં વેચાણ થય રહ્યુ છે અને રાજુલા શહેર અને વાવેરા ગામે ખુલ્લે આમ વલી મટકા ના જુગાર સાલી રહ્યા છે ત્યારે રમાડનાર ને કોઈ પણ નો ડર નો હોય તેમ ખુલ્લે આમ જુગાર રમાતો હોય છે ત્યારે  શું પોલીસ અજાણ છે કે તેમની જ મીઠી નજરે આ  બધું ચાલી રહ્યું છે.આપ મોનેટરિંગ સેલ  ગાંધીનગર થી સીધી રેડ કરવામાં આવે અને તમામ આરોપીઓ સામે અને સામેલ તમામ જવાબદાર અઘિકારીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરવામાં આવી અને મુખ્યમંત્રી. કેન્દ્રીય ગૃહમંત્રી. DGP સાહેબ મોનેટરિંગ સેલ. અમરેલી જિલ્લા પોલીસ વડા સહિત ના અધિકારી ને ટ્વિટર અને ઈમેલ દ્વારા રજૂ કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *