Gujarat

ઊનાના ગાંગડા ગામે આવેલ જર્જરીત આંગણવાડીમાં સ્લેબ પરથી પાણી ટપક્તા બાળકોને હાલાકી….

કેન્દ્રની ફરતે વરસાદી પાણી ભરાયા,,,,આજુબાજુ ગંદકીના થર જામ્યા,,,તંત્રની ઘોર બેદરકારીના કારણે બાળકોના આરોગ્ય પર ખતરો
મંડાયો…
ઊનાના ગાંગડા ગામે આવેલ આંગણવાડીમાં સ્લેબ જર્જરી હોવાના કારણે સ્લેબ ઉપરથી પાણી ટપકતા બાળકોને રૂમમાં ક્યા બેસવુ તે
ભારે મુશ્કેલ બની ગયુ છે. આ જર્જરીત સ્લેબને તાત્કાલીક રીપેરીંગ કરવા આંગણવાડી સંચાલકો તેમજ વાલીઓની માંગણી ઉઠવા
પામેલ છે. ગાંગડા ગામે આવેલી આંગણવાડી કેન્દ્ર નં.૧ માં નાના ભુલકાઓ આવતા હોય છે. પરંતુ આ આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા
ઘણા વર્ષોથી ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદી પાણી સ્લેબ ઉપર ભરાતા રૂમમાં પાણી ટપકતા નાના ભુલકાઓની મુશ્કેલી વધી
છે. અને દર ચોમાસા દરમ્યાન સ્લેબ ઉપર પાણી ભરાય છે. અને સીધુ સ્લેબની છત પરથી રૂમમાં પાણી પડતા બાળકોને ક્યા બેસવુ
તે મુશ્કેલ બની ગયેલ હોય. અગાઉ આંગણવાડી કેન્દ્રના સંચાલક બહેનો દ્રારા અનેકવાર રજુઆત કરવા છતાં આજ સુધી સ્લેબ પર
રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ચોમાસામાં બાળકોની સમસ્યા ધ્યાને રાખી તંત્ર દ્રારા તાત્કાલીક રીપેરીંગ
કામગીરી કરવા તેમજ આજુબાજુ ગંદકીના ગંજ હોય તે દૂર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે. આંગણવાડી વર્કર
જાગૃતિબેનએ જણાવેલ કે ઘણા સમયથી આંગણવાડીમાં પાણી પડે છે. જેથી રજુઆત કરતા સરપંચને જાણ કરવાનું કહેતા સરપંચે
વરાપ બાદ કરી આપવા જણાવેલ જોકે અગાઉ રજુઆત કરતા તેવું જણાવેલ કે હજુ ૮ વર્ષ થયા છે ૧૦ વર્ષ બાદ પગલા લેવાશે તેવું
જણાવેલ હતું. પરંતુ જોવાનુ એ રહ્યુ આઠ વર્ષમાં સ્લેબ જર્જરીત બની જતા બાળકો પર જીવનું જોખમ મંડાય રહ્યુ હોય આથી
તાત્કાલી રીપેરીંગ કરવા માંગ ઉઠી રહી છે.
આ સીવાય ઉના શહેર અને તાલુકાની અનેક આંગણવાડીઓની અમુક આંગણવાડી ફરતે વરસાદી પાણી ભરાઇ ગયેલ છતાં તેની
કોઇજાતની કામગીરી તંત્ર દ્રારા કરાવામાં ન આવતા બાળકોના આરોગ્ય પર ખતરો મંડાઇ રહ્યો છે. તેમજ કંપાઉન્ડ દિવાલ ત્રણ માસ
પહેલા મંજુર થઇ ગયેલ હોવા છતાં આજ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. માત્ર કમ્પાઉન્ડ દિવાલ બનાવવા માટે ખાડા
ખોદવામાં આવેલ જેના ત્રણ માસ જેટલો સમય વિતી ગયેલ હોય તેમ છતાં અધૂરી કામગીરી પૂર્ણ થઇ નથી. આમ તંત્રની ઘોર
બેદરકારીના કારણે ખાડાની સાઇડોમાં ચિકણી માટી માંથી ભુલકાઓને પસાર થવા મજબુર બન્યા છે.

-ગામે-આવેલ-આંગણવાડીમાં-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *