તા. ૨૩/૦૭/૨૦૨૩ ના રોજ દાહોદ ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનના સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સંત નિરંકારી મિશનના અને દાહોદ શહેર તેમજ આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું. જેમાં ૩૦૦થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું.રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ઝાયડસ હોસ્પિટલ,દાહોદની ટીમ ઉપસ્થિત રહી હતી.આ રકતદાન શિબિરમાં જેટલા રક્તદાતાઓએ રકતદાન કર્યું તેમને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દરેકને એક એક વૃક્ષનો છોડ આપી પર્યાવરણને બચાવવા માટે એક નવી પહેલ કરવામાં આવી હતી.
આ શિબિરનું ઉદ્દઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રભાઈ ગડરિયાના કરકમલો દ્વારા કરવામાં આવ્યું.સાથે સાથે દાહોદ શહેરના એસ.પી. શ્રી જગદીશભાઈ પાંગળવાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જશ્રીએ રક્તદાન શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનું પ્રોત્સાહન વધારી અને જન કલ્યાણને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. આવેલ તમામ રક્તદાતા તથા આવેલ અતિથિ અને ડોકટરોની સાથે આવેલ એમની ટીમની હૃદયપૂર્વક બધાનો આભાર પ્રગટ કર્યો હતો.અંતમાં તેમને જણાવ્યું હતું કે સંત નિરંકારી મિશનમાં અત્યાર સુધી આશરે ૭૪૦૦ થી વધુ શિબિરો અને લગભગ ૧૨,૫૦,૦૦૦થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.
પ્રેસનોંટ આપનારઃ
શ્રી વિનોદભાઇ માછી નિરંકારી
પ્રેસ અને પબ્લીસિટી વિભાગ,
સંત નિરંકારી મંડળ,ગોધરા


