Gujarat

સાવરકુંડલાના હાથસણી ગામે અવાવરૂ કુવામાં પડી જવાથી સિંહણ અને દીપડાના મોત..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વન વિભાગે રેસ્ક્યું હાથ ધર્યું હતું
દીપડા પાછળ સિંહણે લગાવેલી ડોટ મોતની દોડ સાબિત થઈ સાવરકુંડલા રેન્જના હાથસણી ગામે ખેડૂતની વાડીના કુવામાં દીપડા પાછળ સિંહણને દોટ લગાવી હતી અને બંને કુવામાં પડી જવાથી મોતને ભેટ્યા હતા આ ઘટનાની ખેડૂતે વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફ દ્વારા સિંહણ અને દીપડાના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થ ખસેડવામાં આવ્યા હતા
———————————————————————
ધારી ગીર પૂર્વ વન વિભાગ નીચેના સાવરકુંડલા રેંજના હાથસણી થી ખોડી જવાના માર્ગ પર અશ્વિનભાઈ નાગજીભાઈ શિંગાળાની વાડીમાં એક સિંહણે દીપડાની પાછળ ડોટ લગાવી હતી અને બંને અવાવરૂ કુવામાં પડી જવાથી મોતને ભેટયા હતા ત્યારે વાડી ભાગ્યું રાખનાર ખેડૂત જેરામભાઈ મોહનભાઈ સાવલિયા વાડીએ ગયા હોય અને આ અવાવરૂ કુવામાં દુર્ગંધ આવતી હોય જેમને જોઈ કૂવામાં સિંહણ પડી હોવાનું માલુમ પડતા વન વિભાગને જાણ કરતા વન વિભાગના ડી.સી.એફ રાજદીપસિંહ ઝાલા અને એસીએફ શૈલેષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના આર.એફ.ઓ પ્રતાપ ચાંદું તેમજ ફોરેસ્ટર યાસીન જુણેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતની વાડીના અવાવરૂ કુવામાં પડેલ સિંહણ અને દીપડાના મૃતદેહને રેસક્યુ કરી બહાર કાઢ્યા હતા બાદ બંને મૃતદેહને પીએમ અર્થ ખસેડવામાં આવ્યા હતા ત્યારે વન વિભાગ દ્વારા ખેડૂતની વાડીના કૂવાની અરસ-પરસ સ્કેનિંગ હાથ ધર્યું હતું અને કુવાની આસપાસ સિંહણ અને દીપડાના સગડ પણ મળી આવ્યા હતા ત્યારે સિંહણ દીપડાની પાછળ ડોટ લગાવી હોય અને કુવામાં પડ્યા હોવાનો વન વિભાગએ અનુમાન લગાવ્યું હતું

IMG-20230724-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *