રાજકોટ ના શાપર-વેરાવળ નેશનલ હાઇવે પર દિન પ્રતિ દિન ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે. ત્યારે હાલ રસ્તો બિસ્માર હોવાથી દરરોજ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે.રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર દરરોજ સવાર-સાંજ સર્વિસ રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે. અહીંયા આવક જાવક સાંજ ના સુમારે વધુ રહેતી હોય છે. શાપર-વેરાવળ સહીત ની ઇન્ડસ્ટ્રી માંથી સવારે અને સાંજે 6 વાગ્યાં બાદ ઉદ્યોગપતિઓ તેમજ કર્મચારીઓ અને પ્રાઇવેટ કંપનીઓ ની બસો કલાકો સુધી ટ્રાફિક જામ મા ફસાય જતી હોય છે.જેથી પ્રાઇવેટ અને નાના મોટા વાહનો કંપની બસો ફસાય જાય છે.અહીંયા સાજના સુમારે બહુ મોટો ટ્રાફિક સર્જાય છે. જેથી વાહન ચાલકો ને બહુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તંત્ર આગામી દિવસો માં બિસ્માર રસ્તા હોવાથી કલાકો સુધી શાપર-વેરાવળ નજીક ના પારડી થી 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક સર્જાતો હોય છે.રાજકોટ –
દરરોજ વાહનોની કિલોમીટર સુધી લાગે છે. લાંબી કતારો,નેશનલ હાઈવે ઓથોરિટી ધોર નિંદ્રા અવસ્થામાં સુઈ રહ્યું છે. એવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.આગળ પણ શાપર-વેરાવળ ની બંને ગ્રામ પંચાયતો દ્વારા પણ અવાર નવાર રજુઆતો કરાય હતી. પણ
તંત્ર દ્વારા કોઈ એક્સન લેવામા આવી નથી. તેમજ
નેતાઓ ના પેટ નુ પાણી પણ હલતુ નથી.દરરોજ ટ્રાફિક જામની સમસ્યા નું નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર.


