જૂનાગઢમાં બીજા દિવસે પણ ૧૦૦૮ જેટલા સફાઈ કર્મીઓ દ્વારા સ્વચ્છતા લક્ષી સફાઈની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી.
જૂનાગઢમાં આવેલા ભારે વરસાદ બાદ આજે બીજા દિવસે શહેરના મુખ્ય માર્ગો તેમજ શેરી અને ગલી વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આજે બીજા દિવસે શહેરના મુખ્ય વિસ્તારોમાં મોતીબાગ,કોલેજ રોડ,દોલતપરા,કૃષિ યુનિવર્સિટી રોડ,ભવનાથ તળેટી સહિતના વિસ્તારોમાં સફાઈની કામગીરી પૂર્ણ થયા બાદ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી.જ્યારે શહેરની અન્ય સોસાયટીઓમાં ગલીઓમાં હાલ કાદવ કિચડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી ન નીકળે એ માટે અને જનજીવન પૂર્વવત બને એ માટે જૂ નાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તન્ના ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાના ૬૯૪ સફાઈ કર્મીઓ ઉપરાંત અન્ય મહાનગરપાલિકા નગરપાલિકામાંથી આવેલા ૩૧૪ સ્ટાફ દ્વારા કાદવ કીચડ, કચરાનો નિકાલ અને જરૂરી દવાઓના છં ટકાવવાની કામગીરી કરવામાં આવી હતી.


