નડિયાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર સરકારના સંચાર વિભાગના રાજ્યમંત્રીશ્રી
દેવુસિંહ ચૌહાણના હસ્તે 'અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના' નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. યોજના પ્રારંભ
કર્યાના દિન – 3ની અંદર ગુજરાત સર્કલમાં સમાવિષ્ટ અંદાજિત 2000 જેટલા શ્રમિકોને તેનો લાભ પ્રાપ્ત થયો હતો. હાલમાં,
પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ થયેલા ખેડા જિલ્લામાં આ યોજનાને લોકોનો બહોળો પ્ર્તિસાદ સાંપડી રહ્યો છે.
આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વીમાનો લાભ પહોંચાડવાનો છે. રાજ્ય સરકારના 'ઇન્સ્યોરન્સ ફોર
ઓલ' ના લક્ષ્યાંકને સાર્થક કરવા માટે ‘ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક‘ દ્વારા 'અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના'
લાગુ પાડવામાં આવી છે.
આ યોજના હેઠળ રૂ. 10 લાખ અને રૂ. 5 લાખનો પ્લાન ઉપલબ્ધ છે. જેમાં ક્રમશ: રૂ. 499 અને રૂ. 289 જેટલું પ્રિમિયમ
ઉપલબ્ધ છે. પ્લાન હેઠળ દુર્ઘટનાથી મૃત્યુ, વિકલાંગતા, હોસ્પિટલમાં દાખલ કરવાનો ખર્ચો અને વીમાધારકના મૃત્યુ બાદ તેમના
બાળકોના શિક્ષણ સુધીની વિવિધ પ્ર્કારની સવલતો પૂરી પાડવામાં આવશે. જામનગર જિલ્લાના શ્રમિકો ઉક્ત યોજનાનો લાભ
મેળવવા માટે નજીકની કોઇપણ પોસ્ટ- ઓફિસનો સંપર્ક સાધી શકશે. તેમ, સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોસ્ટ ઓફિસીઝ, જામનગર
વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
