હાથ, પેટના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયા..
ઊનાના કાજરડી ગ્રામ પંચાયત દ્રારા સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતુ હોવાથી પાણીનો નિકાલ માટે ખોદાણ કરી પાઇપ
નાખવાનું કામ શરૂ હોય તે બાબતે બોલાચાલી થતા મહીલા સહીત ત્રણ શખ્સો દ્રારા છરીથી હુમલો કરી હાથ, પેટના ગંભીર ઇજા
પહોચતા તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ અંગે ઇજાગ્રસ્તે પોલીસમાં ત્રણ વિરૂધ ફરીયાદ
નોધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રામ મસરી બાંભણીયા, ભાવેશ મસરી બાંભણીયા, તેમજ બબીબેન મસરી બાંભણીયા મહીલા
સહીત ત્રણ શખ્સો એ કાજરડી ગ્રામ પંચાયત દ્રારા સરપંચ પ્રતિનીધી નાનુભાઇ પાંચાભાઇ ચારણીયા સોસાયટી વિસ્તારમાં વરસાદી
પાણી ભરાતુ હોવાથી લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડતી હોય આથી તે સ્થળ પર કામગીરી કરાવતા હતા. ત્યારે પાણીનો
નિકાલ કરવા માટે ખોદાણ કરી તેમાં પાઇપ નાખવાની કામગીરી શરૂ હોય ત્યારે આ ત્રણેય શખ્સોને આ કામ પસંદ ન હોય જેથી આ
કામગીરી નહી કરવા બાબતે બોલાચાલી થતા મામલો વધુ ઉગ્ર બનતા ઉશ્કેરાય ગયેલા મહીલા સહીત ત્રણ શખ્સોએ સરપંચ
પ્રતિનીધી નાનુભાઇને મુંઢમાર મારી અને છરી વડે હાથ તેમજ પેટના ભાગે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. અને ભુંડી ગાળો
આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યા હોય આ બાબતે ઇજાગ્રસ્તે મહીલા સહીત ત્રણ શખ્સો વિરૂધ ફરીયાદ
નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.


