Delhi

ઈન્સ્ટાગ્રામ યુઝરે એક્ટરને “ગુટખા ખાઓ છો?..” પૂછતા એક્ટરે ચોખ્ખો જવાબ આપ્યો

નવીદિલ્હી
‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ શો દરેક ઘરમાં જાેવાય છે. ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરીયલ સૌથી લાંબી ચાલનારી સિરિયલ પણ બની ચુકી છે. આ સીરિયલને ખાસ તો તેના પાત્રોથી ઓળખવામાં આવે છે. ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના દરેક પાત્રની પોતાની આગવી ઓળખ છે. જેમાં સૌથી યુનિક પાત્ર ભજવનાર અભિનેતા અમિત ભટ્ટ તેમના ‘બાપુજી’ એટલે કે ‘ચંપક ચાચા’ના પાત્ર માટે જાણીતા છે. તેમનું પાત્ર કોમેડી અને સાંસ્કૃતિક મૂલ્યોનું અનોખું મિશ્રણ પીરસે છે. તેમનો ‘નહાને જા’ મીડિયા પર આજે પણ ધૂમ મચાવે છે. તેમની ડાન્સ કરવાની અને ગરબા રમવાની સ્ટાઇલથી આજે પણ એટલા જ હસાવે છે. ત્યારે સોશ્યલ મીડિયા પર તેમણે આપેલા પ્રામાણિક જવાબથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
તાજેતરમાં તેમણે પોતાની પત્ની ક્રુતિ ભટ્ટ સાથે એક ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરી હતી. આ રીલમાં તેમણે એક રમૂજી કહેવત કહી કે, “૪૦ કે બાદ સ્ત્રી સમજદાર હો જાતી હૈ, પર મુદ્દે કી બાત તો યે હૈ કી વો ખુદકો ૪૦ કી માને તો ના!” જાેકે, આ રીલ તેમની કહેવતના કારણે નહીં, કોઈ બીજા જ કારણોસર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં એક યુઝરે અમિત ભટ્ટને મજાકમાં પૂછ્યું, “શું તમે ગુટખા ખાઓ છો?” ત્યારે તેના જવાબમાં અમિત ભટ્ટે નિખાલસતાથી જવાબ આપ્યો “હા”. જેને લઈને કેટલાક લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. લોકોને તેમનું વલણ બેવડું લાગ્યું, કારણ કે આમ તેઓ વાસ્તવિક જીવનમાં તમાકુનું સેવન કરે છે અને બીજી તરફ શોમાં તેઓ સંસ્કારિક મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. જાેકે, અમિત ભટ્ટે આ ટ્રોલ્સને પોતાના મન પર હાવી થવા દીધા નહોતા. તેમણે પોતાની જ પોસ્ટ પર કમેન્ટ કરી કે, “બીજું કંઈ કામ નથી, ફ્રી જ છે” તો બીજી તરફ અમુક યુઝર્સ તેમની પ્રામાણિકતાની પ્રસંશા કરી રહ્યા છે. એક યુઝરે આ કમેન્ટ સ્ક્રીનશોટ લઈને ટ્‌વીટર પર પોસ્ટ કરતાં લખ્યું, “સીધી બાત, નો બકવાસ”. ત્યારબાદ ટ્‌વીટર પર પણ કમેન્ટ્‌સનો વરસાદ થવા લાગ્યો હતો. આ પહેલાં અમિત ભટ્ટની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તેઓ જીન્સ, ટી-શર્ટ અને ગાંધી ટોપી સાથે કેઝ્‌યુઅલ લુકમાં જાેવા મળ્યા હતા. સામાન્ય રીતે તેઓ તેમના જીવન માં જીન્સ અને ટીશર્ટ પહેરટે છે અને ‘બાપુજી’ના અવતારમાં તેઓ ગાંધી ટોપી પહેરે છે. ત્યારે તેમની તસ્વીરમાં આ મિશ્રણ જાેઈને યુઝર્સ તેના પર મીમ્સ બનાવવા લાગ્યા હતા.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *