મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,13,238 સોદાઓમાં કુલ રૂ.18,119.47 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,931.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10972.25
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 48,656 સોદાઓમાં રૂ.3,865.63 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,670 અને નીચામાં રૂ.59,451 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.172 વધી રૂ.59,575ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.221 વધી રૂ.48,298 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.5,900ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.134 વધી રૂ.59,012ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,753ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,947 અને નીચામાં રૂ.73,600 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.127 વધી
રૂ.73,874 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.137 વધી રૂ.73,805 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.118 વધી રૂ.73,785 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,413 સોદાઓમાં રૂ.,864.13 કરોડના વેપાર થયા હતા. તાંબુ
જુલાઈ વાયદો રૂ.735.20ના ભાવે ખૂલી, રૂ.0.30 ઘટી રૂ.735.55 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી
રૂ.197.75 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.70
વધી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી
રૂ.198.65 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.184.25 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.30 ઘટી રૂ.218.90
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,671 સોદાઓમાં રૂ.1,185.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,567ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,599
અને નીચામાં રૂ.6,553 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 વધી રૂ.6,563 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની ઓગસ્ટ વાયદો રૂ.1 ઘટી રૂ.6,561 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.213ના ભાવે ખૂલી, રૂ..60 વધી રૂ.212.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 0.8 વધી 213.4 બોલાઈ
રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.15.90 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,940 અને
નીચામાં રૂ.58,480 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 ઘટી રૂ.58,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7 ઘટી રૂ.868.30 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,073.82 કરોડનાં
3,488.101 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,791.81 કરોડનાં 242.422 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.459.32 કરોડનાં 6,98,760 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.726.39 કરોડનાં 3,37,21,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.97.84 કરોડનાં 4,928 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.15.96 કરોડનાં 867 ટન તાંબાના વાયદાઓમાં રૂ.522.27 કરોડનાં 7,068 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.228.06 કરોડનાં 10,401 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.04 કરોડનાં 1,200 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.86 કરોડનાં 100.08
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,235.849 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 779.007 ટન, તાંબાના વાયદાઓમાં 12,452.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,051 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,622 ટન તથા જસત અને જસત-મિનીમાં
24,357 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 12,50,060 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,68,10,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
19,968 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 402.12 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.14.11 કરોડનાં 176 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 444 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 16,010
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,050 અને નીચામાં 16,003 બોલાઈ, 47 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ વધી
16,039 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 10972.25 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 2184.49 કરોડ, ચાંદી
તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 527.94 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના
ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 7912.14 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ
ઓપ્શન્સમાં રૂ. 1548.85 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 262.17 કરોડનું થયું
હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.180.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.199 અને નીચામાં
રૂ.176.40 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.20 ઘટી રૂ.182.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ
રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.75 ખૂલી, ઉપરમાં રૂ.11.30 અને
નીચામાં રૂ.9.90 રહી, અંતે રૂ.0.15 વધી રૂ.10.25 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.645ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.674.50 અને નીચામાં રૂ.604 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 વધી રૂ.654.50
થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.310
ખૂલી, ઊપરમાં રૂ.350.50 અને નીચામાં રૂ.288 રહી, અંતે રૂ.56 વધી રૂ.342.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,598ના ભાવે ખૂલી, રૂ.104
વધી રૂ.1,655 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,416.50ના ભાવે ખૂલી, રૂ.161.50 વધી રૂ.1,542 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.57 વધી રૂ.13.66 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.183.10 અને નીચામાં રૂ.163 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.10 વધી રૂ.176.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.210 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.80 ખૂલી, ઉપરમાં રૂ.11.80 અને નીચામાં રૂ.9.65 રહી, અંતે રૂ.0.40
ઘટી રૂ.11.40 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.618ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.645 અને નીચામાં રૂ.552.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.68 ઘટી રૂ.601
થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.369.50
ખૂલી, ઊપરમાં રૂ.425 અને નીચામાં રૂ.305 રહી, અંતે રૂ.4.50 વધી રૂ.398.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,265ના ભાવે ખૂલી, રૂ.16 ઘટી
રૂ.1,301.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.870ના
ભાવે ખૂલી, રૂ.33 વધી રૂ.878.50 થયો હતો.
