અમદાવાદ
અમદાવાદના શાહીબાગ વિસ્તાર ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ તબક્કાવાર ફાયર બ્રિગેડની ૩૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફાયરના વિવિધ સાધનોની મદદથી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે. જેને લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આગની દુર્ઘટનાને લઈ ટ્વીટ કર્યુ છે. તેમને ટ્વીટમાં લખ્યુ છે કે આગ લાગવાની દુર્ઘટની જાણકારી તેમને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી લીધી છે. આ સાથે ટ્વીટમાં લખ્યુ છે કે વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલુ છે. આ સાથે જ ઘટના સ્થળ પર ધારાસભ્ય કૌશિક જૈન અને દર્શના વાઘેલા પણ હોસ્પિટલ પર પહોંચ્યા છે. ધારાસભ્ય દર્શના વાઘેલાએ આગની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ફાયર બ્રિગેડની કામગીરી માટે ધારાસભ્ય વખાણ કર્યા છે. આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બનવી જાેઈએ તેવું આપ્યું નિવેદન આપ્યુ છે. આ પ્રકારની ઘટનાઓને લઈને લોકોને જાગ્રત બનવા માટે પણ અપીલ કરી છે.


