ભાવનગર
પોલીસ અને રાજ્ય સરકારની અનેક પહેલ છતા ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પોલીસે થોડા સમય પહેલા લોક દરબારના માધ્યમથી વ્યાજખોરો સામે કાર્યવાહી પણ કરી હતી. પરંતુ તેમ છતા હજુ પણ રાજ્યના લોકોને વ્યાજખોરો પોતાની ચૂંગાલમાં ફસાવી રહ્યા છે અને પઠાણી ઉઘરાણી કરી હેરાન કરી રહ્યા છે. હવે વ્યાજખોરોના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. વ્યાજના ચક્કરમાં ફસાયોલો ભાવનગરનો ગરીબ ખેડુત પરીવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા તેમના નિવાસસ્થાને સુરત પહોંચ્યો છે. આ પીડિત પરવિરા ભાવનગર જીલ્લાના સણોસરા ગામનો છે. અહીં ગરીબ ખેડુત પરીવારની રોજી રોટી છીનવી વ્યાજખોરોએ આ પરિવારને કંગાળ કરી નાખ્યું છે. ઉચા વ્યાજદરે રૂપીયા આપી પછી મોટી રકમની માંગ કરી હતી. અંતે ખેડુતે રુપીયા નહીં ચુવકી શકતા પોતાની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જાે કે, ચોંકાવનારી વાત એ છે કે, બે લાખ પચાસ હજારમાં પચીસ લાખની કિંમત જમીન પચાવી પાડી હોવાનો આરોપ વ્યાજખોરો સામે લાગ્યો છે. હવે આ મામલે ૫ ટકા વ્યાજદરની ચીઠ્ઠી મુખ્ય પુરાવો બનશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પરિવારને ન્યાય અપાવવાની બાહેંધરી આપી હોવાની વાત સામે આવી છે.


