Gujarat

કઠલાલ શાહપુર પાટિયા થી વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમો ઝડપાયા.

મકસુદ કારીગર,કઠલાલ
પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ પોલીસને મળેલ બાતમીને આધારે કઠલાલ  શાહપુર પાટિયા પાસેથી એક ગાડી માંથી બીજી ગાડીમાં વિદેશી દારૂ ભરતા બે ફોર વ્હીલર ગાડી માંથી દારૂની ત્રણ પેટીઓ કુલ નંગ-૩૬ કી.રૂ.૨૧,૬૦૦ તથા કીંગ ફીશર પર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર ૫૦૦ મીલીની બે પેટીઓ, કુલ્લે બીયર ટીન ૪૮ કી.રૂ.૪ ૮૦૦૪- મળી કુલ્લે કીરૂ,૨૬,૪૦૦/- નો પ્રોહી મુદામાલ તથા પકડાયેલ ઇસમોની અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ નંગ-૩ કુલ્લે કી.રૂ.૧૫,૦૦૦/- મળી મળી કુલ રૂ.૫,૮૧,૪૦૦/- ના મુદામાલ સાથે વીરલકુમાર હસમુખભાઇ પરીખ રહે.કપડવંજ ,ભારતસિંહ દશરથસિંહ સોલંકી રહે.શીગોડીયા રામજી ફળીયુ તાબે.અનારા ,પ્રવિણભાઈ બુધાભાઇ સોઢા રહે.બંગડુ  નાઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા ત્રણે આરોપીઓ ફરિયાદ નોંધી તેમજ અન્ય ફરાર આરોપી ઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી કઠલાલ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

IMG_20230802_202043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *