રાણપુરમાં ગેબલશાહ પીરની દરગાહ પાસેથી ગેરકાયદેસર હથિયાર ક્રિસ્ટલ તથા જીવતા કાર્ટિસ સાથે 1 ઈસમને SOG પોલીસ ઝડપી પાડ્યો..
હાથ બનાવટની પિસ્ટલ કિ.રૂ.૨૫,૦૦૦, જીવતા કાર્ટીસ ૧૧ કિ. રૂ.૧૧૦૦, મોબાઇલ ૧ કિં.રૂ.૫૦૦૦ સાથે ઈસમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી…
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા જીલ્લામાં શરીર સંબંધી તેમજ મિલ્કત સંબંધતિ ગુન્હાઓ અટકાવવા માટે તેમજ આવા ગુન્હાઓમાં પકડાયેલ રીઢા ગુન્હેગારોને ચેક કરવા તેમજ હાલની પ્રવૃત ઉપર વોચ રાખવા સુચના આપવામાં આવેલ જે અંગે પેટ્રોલિંગ તેમજ નાઇટ રાઉન્ડ દરમિયાન આવા ગુન્હેગારો ચેક કરવા તેમજ ખાનગી રાહે હાલની પ્રવૃતનિી જાણકારી મેળવવા માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કીશોર બળોલીયા દ્વારા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એ.જી.સોલંકી તથા એસ.ઓ.જી / પેરોલ ફેલો સ્ટાફના માણસોને જરૂરી માંગર્દશન અને સુચના આપેલ હોય જેને લઈને બોટાદ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એ.જી.સોલંકી , H.C ભગીરથભાઇ જોરૂભાઇ , H.C ગોવિંદભાઇ કાળુભાઇ , H.C શિવરાજભાઇ નકુભાઇ તથા H.C દિલીપસિંહ મહોબતસિંહ ખાનગી વાહનોમાં રાણપુર પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન H.C ભગીરથભાઇ જોરૂભાઇ , H.C ગોવિંદભાઇ કાળુભાઇ ને બાતમી મળેલ કે આજથી બે ર્વષ પહેલા પોલારપુર ફાટક પાસેથી ગે.કા હથિયાર તથા આંગડીયા ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી ઉતમ ભરતભાઇ ધલવાણીયા રહે.બોટાદવાળો રાણપુર શહેરમાં લીંબડી રોડ ઉપર આવેલ ગેબનશાપીરની દરગાહ પાસે રોડ ઉપર ઉભો છે અને તેની પાસે ગે.કા હથયાર છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ થી ર્કોડન કરી ઇસમ ઉતમ ભરતભાઇ ધલવાણીયા ઉ.વ.૨૨ રહે.બોટાદ મુળ રહે.મોટી વાવડી તા.રાણપુર જી.બોટાદવાળા ગે.કા હાથ બનાવટની દેશી પસ્ટિલ તથા જીવતા ર્કાટીસ નંગ -૧૧ સાથે પકડી કાયદેસરની કયવાહી કરેલ છે…
*મળેલ મુદ્દામાલ* ( ૧ ) હાથ બનાવટની પિસ્ટલ કિ.મ.રૂ ૨૫,૦૦૦ ( ૨ ) જીવતા ર્ડાટીસ નંગ -૧૧ કિ.રૂ. ૧૧૦૦ ( ૩ ) મોબાઇલ નંગ -૧ કિં.મ. ૫,૦૦૦
*આરોપીનો ગુન્હાહતિ ઇતહિાસ*
( ૧ ) બરવાળા પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૦૦૦૧૨૧૦૫૫૯ / ૨૦૨૧ મસ એક્ટ કલમ ૨૫ ( ૧ – બી ) એ , ૨૯ ( ૨ ) બોટાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૦૦૨૨૧૧૪૦૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૫૦૪,૫૦૭,૧૧૪ ( ૩ ) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૩૨૧૩૦૧૮/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ ( એ ) , ૧૧૪


