Gujarat

માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન150 થી વધુ દાતાઓએ કર્યું રક્તદાન

માંગરોળ એકતા ફાઉન્ડેશન, શ્રી રામ બ્લડ બેંક અને ભાવસિંહજી સરકારી બ્લડ બેંક પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે મેગા રકતદાન કેમ્પ બસસ્ટેન્ડ નજીક ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે યોજાયો હતો..
ભારત દેશની આઝાદીનીં લડાઈમાં શહીદ થયેલા સ્વતંત્રતા ની લડાઈમાં શહીદ થયેલા શહીદો અને સત્ય અને માનવતા માટે શહીદ થયેલા કરબલા ના શહીદો નીં યાદમાં આ મેઘા બ્લડ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું.
આ બ્લડ. બ્લડ કેન્સર અને થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે બ્લડ ડોનેટ કરવામાં આવશે તેમજ પ્રેમાંગભાઇ એ 53 મી વાર બ્લડ ડોનેટ  કર્યુ હતુ,
આ કેમ્પ માં રાજકીય સામાજિક આગેવાનો વેપારી અગ્રણીઓ પત્રકારો સહિત લોકોએ હાજરી આપી હતી .
ઉપસ્થિત આગેવાનો હસ્તે તમામ રક્તદાતાઓ ને પ્રમાણ આપવામાં આવ્યા હતા આ તકે યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યુ હતુ
કેમ્પને સફળ બનાવવા એકતા ફાઉન્ડેશન ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરાયુ હતુ,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ

20230806_123904.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *