નિયમિત રસીકરણ પ્રક્રિયાને મજબૂત કરવા અને સમગ્ર કુંકાવાવ તાલુકાના તમામ બાળકો સુધી રસીકરણ કવરેજને વિસ્તૃત કરવા માટે, સઘન મિશન ઈન્દ્રધનુષ (IMI) કાર્યક્રમ 5 કુંકાવાવ તાલુકા પ્રારંભ કરવા મા આવ્યો હતો આજે સંપૂર્ણ ઇમ્યુનાઇઝેશન પ્લાન હાંસલ કરવા માટે તાલુકાના વિવિધ આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ઉદઘાટનો કરી વિધિવત મિશન ઇન્દ્રધનુષ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
ઉપરાંત, તાલુકા હેલ્થ ઓફિસર ,તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી,દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવીરહયું છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ના મેડિકલ ઓફિસર અને સુપર વાયઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહયું છે
અહેવાલ રસિક વેગડા


