Gujarat

છેલ્લા એકાદ મહિનાથી સમગ્ર સાવરકુંડલા શહેર વાદળિયા વાતાવરણની ઓથમાં. હવે લોકો પણ સૂરજનારાયણના દર્શન થાય તેમ ઈચ્છે છે. થોડી વસાપ નીકળે તો વાતાવરણનો ભેજ દૂર થાય.

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
આવાં ભેજવાળા વાતાવરણથી  લોકોમાં શરદી ઉધરસ શ્ર્વાસ, મેલેરિયા જેવા દર્દોનું પ્રમાણ વધે. બાળકો અને વૃદ્ધોને માટે આવું વાતાવરણ પ્રતિકૂળ
———————————————————————
સાવરકુંડલા શહેરમાં છેલ્લા એકાદ માસથી વાતાવરણ વાદળછાયું રહેતાં હવે લોકો પણ કંટાળી ગયા છે. ખાસકરીને સૂર્ય નારાયણની હાજરી છેલ્લા એકાદ મહિનાથી લગભગ જોવા મળી નથી. આવા ભેજવાળા વાતાવરણમાં શરદી, ફ્લ્યું મેલેરિયા, ઉધરસ જેવા દર્દોએ પણ માથું ઉચક્યું હોય તેવાં અણસાર આવી રહ્યાં છે. વળી સતત વાદળછાયું વાતાવરણ હોય ખેડૂતો પણ હવે થોડી વરાપ નીકળે એવું ઇચ્છી રહ્યા છે. સતત વાદળછાયા વાતાવરણને હિસાબે ખેડૂતોને પોતાના પાકને નુકસાન થવાની શક્યતા સેવાઇ રહી છે ત્યારે થોડીક વરાપ નીકળે અને ભેજનુ પ્રમાણ ઘટે તો  ખેડૂતો ખેતરમાં નીંદામણ જેવી કામગીરી ઝડપથી કરી બિનજરૂરી ઘાસનો નિકાલ  પણ ખૂબ ઝડપથી કરી શકે.

20230808_153337.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *