આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાનનો સમગ્ર દેશની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ ઉત્સાહભેર આરંભ તારીખ ૯ ઓગસ્ટ થી થવા જઈ રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાની ૪૯૩ ગ્રામ પંચાયતો, તાલુકા કક્ષાએ અને શહેરમાં શીલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુદા વંદન અને રાષ્ટ્ર વંદન એમ પાંચ કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસ સાથે થશે.
આઝાદીના અમૃત મહોત્સવ ના સમાપનના અવસર પ્રસંગે તા. ૯ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ અભિયાન યોજાશે. જેમાં જૂનાગઢમાં ગ્રામ્ય અને શહેરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા શહીદ વીરો ને યાદ કરવામાં આવનાર છે. જૂનાગઢ જિલ્લાની ૪૯૩ ગ્રામ પંચાયતો, તાલુકા અને શહેરમાં વિરવંદના, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. જૂનાગઢ જિલ્લાના દરેક ગામના સ્વાતંત્ર સેનાનીઓ, વીર શહીદોની યાદમાં સ્મારક તકતીનું નિર્માણ કરાશે. તેમજ દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવીને વસુધા વંદનનું આયોજન કરવામાં આવશે.. જૂનાગઢ જિલ્લાના ૪૯૩ ગામ ખાતેથી માટીનો એક કળશ તાલુકા કક્ષાએ તા. ૧૬ થી ૨૦ ઓગષ્ટ દરમિયાન એકત્ર કરી આ માટીનો કળશ દિલ્હી પહોંચાડવામાં આવશે.
