Gujarat

સાઈકલ રેલી, વાનગી નિદર્શન, હિમોગ્લોબીન(HB) ચેકઅપ સહિતના કાર્યક્રમ યોજાયા

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢના સયુંકત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કેશોદ તાલુકાની કે.વી.એમ. સ્કુલ ખાતે  યોજવામાં આવી હતી..

જેમાં આરોગ્ય શાખાના ક્વોલીટી એસોરન્સ મેડીકલ ઓફિસર ડો.પી.એ.પઠાણ, ડીસ્ટ્રીકટ પબ્લિક હેલ્થ નર્સશ્રી લક્ષ્મીબેન પરમાર, કેશોદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પોપટ, આઇ.સી.ડી.એસ. કેશોદના બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ગુણવંતીબેન પરમાર અને શ્રી જમનાબેન મહીડા, મહિલા બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર શ્રી મીરાબેન કરમુર અને ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવર ઓફ વુમનના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ શ્રી કૃપાબેન ખૂંટ, કે.વી.એમ.સ્કુલના પ્રિન્સિપાલશ્રી વર્ષાબેન ભાખર, સ્કુલના ટ્રસ્ટીશ્રી, તેમજ સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 કાર્યક્રમમાં મહિલા અને બાળ આરોગ્ય દિવસ અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.  તજજ્ઞો દ્વારા વિધાર્થીનીઓને શારીરિક સ્વાસ્થ્ય અંગેની સમજ આપવામાં  આપી હતી. તેમજ પૂર્ણા શક્તિ, બાળ શક્તિ વગેરે પેકેટ્સમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતુ.  આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીન(HB) ચેકઅપ, આ ઉપરાંત મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ લોકો વધુમાં વધુ જાગૃત થાય તે માટે નાટક દ્વારા સંદેશો પાઠવવામાં  આવ્યો હતો. તેમજ આઈ.ઈ.સી. વિતરણ કરવામાં આવ્યું હતુ.

                                                   ૦૦૦૦૦૦

nari-vandan-keshod-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *