મધ્યાહન ભોજન (પીએમ.પોષણ) યોજના અન્વયે શાળાએ આવતા બાળકો માટે મધ્યાહન ભોજન ઉપરાંત મધ્યાહન ભોજન કેન્દ્ર પર સમયાંતરે આગેવાનો, સરપંચ કે ગામના લોકો દ્વારા તિથી ભોજનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે માંગરોળ તાલુકાના લોએજ ગામે પ્રાથમિક શાળાના ૨૭૯ બાળકોને દાતા લખનભાઇ બામરોટિયા અને કરશનભાઇ નંદાણિયા તરફથી તિથી ભોજનમાં ભજીયા સાથે મિષ્ટાન્નમાં જલેબી તથા શીરો બાળકોને પીરસવામાં આવ્યો હતો. આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.ટી.ડોડિયા, સરપંચ રવિભાઇ નંદાણિયા, એસએમસી અધ્યક્ષ, આચાર્યશ્રી જીતેન્દ્રભાઇ લાલુકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
