Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પો.સ્ટે તથા પાણીગેટ પો.સ્ટે.(વડોદરા શહેર)માં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લાં બે મહીનાથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.    

આઇ.જી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૩૦૫૮૮/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ (એ) (ઇ), ૯૮(૨),૮૧,૮૩ મુજબ તથા પાણીગેટ પો.સ્ટે (વડોદરા શહેર) સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૩૦૫૭૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ (એ) (એ), ૧૦૮, ૮૧, મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર બસ ડેપો પાસે ઉભેલ હોય જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સદરી ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230807-WA0171.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *