Delhi

એક ર્નિણયના લીધે હાથમાં આવેલી મેચ સરકી ગઇ હોવાનું સામે આવ્યું.. મળી બીજીવાર હાર

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ્‌૨૦માં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે કેરેબિયન ટીમ સામે ૧૫૩ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. યજમાન ટીમે આ લક્ષ્યાંક ૨ વિકેટે બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. એક સમય એવો હતો કે વેસ્ટ ઈન્ડિઝ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ ૧૬મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે ૩ બોલમાં જ જેસન હોલ્ડર અને શિમરોન હેટમાયરની વિકેટ લઈને ભારતને મેચમાં પાછું લાવ્યું. રોમારિયો શેપર્ડ પણ આ જ ઓવરમાં રનઆઉટ થયો હતો. એટલે કે કુલ ૩ વિકેટ પડી હતી. ચહલે આ ઓવરમાં માત્ર ૨ રન આપ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી ૪ ઓવરમાં ૨૪ રનની જરૂર હતી અને તેની ૮ વિકેટ પડી ગઈ હતી. પરંતુ સુકાની હાર્દિક પંડ્યાના એક ર્નિણયને કારણે ભારત જીતેલી મેચ હારી ગયું. પંડ્યાએ એક ઓવરમાં ૨ વિકેટ લેનાર ચહલને તેના ક્વોટાની એક ઓવર નંખાવી નહીં, જ્યારે પૂંછડીયા બેટ્‌સમેન ક્રિઝ પર હતા અને આ ભૂલ ભારતની હારનું કારણ બની હતી. ભારત હવે ૫ ્‌૨૦ શ્રેણીમાં ૦-૨થી પાછળ છે. એક સમયે નિકોલસ પૂરન ભારતીય બોલરોની ધોલાઇ કરી રહ્યો હતો. એવું લાગતું હતું કે તે એકલા હાથે મેચ પૂરી કરી દેશે. પરંતુ, ૧૪મી ઓવરમાં મુકેશ કુમારે પુરનને આઉટ કરીને ભારતને મોટી રાહત અપાવી હતી. પુરણ ૪૦ બોલમાં ૬૭ રન બનાવીને આઉટ થયો હતો. પુરણના આઉટ થતા જ ભારતીય બોલરોએ જબરદસ્ત વાપસી કરી હતી. રવિ બિશ્નોઈએ ૧૫મી ઓવરમાં માત્ર ૧ રન આપ્યો હતો અને ૧૬મી ઓવરમાં ચહલની ૨ વિકેટ બાદ વેસ્ટ ઈન્ડિઝને ૮ વિકેટે ૧૨૯ રન બનાવી દીધા હતા. વેસ્ટ ઈન્ડિઝને ૨૪ બોલમાં ૨૪ રનની જરૂર હતી અને અકીલ હુસૈન અને અલઝારી જાેસેફ ક્રિઝ પર હતા. ચહલનો બોલ ઘણો ફરતો હતો અને તેની એક ઓવર બાકી હતી. આ પછી પણ પંડ્યાએ તેને ૧૮મી ઓવર ન કરાવી અને ઝડપી બોલરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેણે આગળની ૩ ઓવર ઝડપી બોલરો દ્વારા કરાવી. વેસ્ટ ઈન્ડિઝના પૂછડીયા બેટ્‌સમેનોએ ૧૭ બોલમાં ૨૬ રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. જાે કપ્તાન પંડ્યાએ ચહલ પાસે ૧૮મી કે ૧૯મી ઓવર નંખાવી હોત તો મેચનું પરિણામ કદાચ અલગ હોત. આ મેચમાં પંડ્યાએ અક્ષર પટેલ પાસે પણ બોલિંગ કરાવી નહીં, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના લેફ્ટ આર્મ સ્પિનર ??અકીલ હુસૈને મેચમાં ૨ વિકેટ ઝડપી હતી. પંડ્યાનો આ ર્નિણય પણ સમજની બહાર હતો.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *