Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્?ટમાં ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્?ટ ફાળવવાનો ર્નિણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૨ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્?ટ મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી ર્નિણયની ફળશ્રુતિએ મળશે. મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ ર્નિણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *