Gujarat

મોરાસા પ્રાથમિક શાળા ખાતે *’મેરી માટી મેરા દેશ’* કાર્યક્રમની  ભવ્ય ઉજવણી કરાઈ…

હાર્દિક કાનાબાર પ્રાચી
શહીદોને વંદન,પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સહિતના કાર્યક્રમ યોજાયા.
પ્રાચી…
 *’મેરી માટી મેરા દેશ’* કાર્યક્રમની ઉજવણીનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે ત્યારે સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામ   ખાતે આવેલ પ્રાથમિક શાળા માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણીકરવામાં આવી હતી  આતકે
રીટાયર્ડ આર્મીમેન અશ્વિન સિંહ રાઠોડનુ ગીર સોમનાથ કલેકટર  દ્રારા સાલ ઓઢારીને સન્માન કર્યું હતું તેમજ મોરાસા ગામના તેમજ ગીર સોમનાથ જિલ્લાના મંત્રી બાદુરસિંહ ગોહિલ તેમજ ગામ લોકોએ પણ તેમનું સન્માન કર્યું હતું. લોઢવા ગામના નિવૃત્ત પોલીસ મેન મેરૂભાઈ નું પણ સાલ ઓઢારીને સન્માન કરવામાં આવ્યું હતું પ્રસંગે તલાટી મંત્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, શાળા પરિવાર, ગ્રામજનો દ્વારા દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવમાં ગ્રામ્યથી લઈ જિલ્લાકક્ષાએ આ રાષ્ટ્રભક્તિ ઉજાગર કરતા કાર્યક્રમમાં તમામ ગીર સોમનાથવાસી ઓ સહભાગી થયા હતા  અને સેલ્ફી લઈ અપલોડ પણ કરે તેમજ આસપાસના અન્ય લોકોને પણ આ કાર્યક્રમમાં પોતાની સહભાગી દારી નોંધાવવા પ્રેરણા પૂરી પાડે એવી અપીલ કરી હતી. આપ્રસંગે જિલ્લા કલેકટર  શ્રી વઢવાણીયા  મુખ્ય અતિથિ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી રવિન્દ્ર ક્યારે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા એકિઝકયુટીવ ઇજનેર ભદોરીયા સાહેબ .આર કે સમાણી સાહેબ ગામ પંચાયતના સરપસ શ્રી બહાદુર શ્રી ગોહિલ જિલ્લા પૂર્વ પ્રમુખ જુનાગઢ શૈલેન્દ્રસિંહ રાઠોડ વરસીંગભાઇ પંપાણીયા મામલતદાર સાહેબ શ્રી સુત્રાપાડા જિલ્લા બાર સુરક્ષા કચેરીના કર્મચારી શ્રી પરમાર ભાવસિંગભાઈ તથા એમ.એમ લાડાણી સાહેબ ટીડીઓ સાહેબ શ્રી એમ.આઇ પરમાર તથાT.P.E.O સાહેબ ઝુસબ મલેક સાહેબ  પી એસ આઈ વાધેલા સાહેબ. C D P O બેન શ્રી. તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી હમીરભાઇ વાઢીયા.. ધમેન્દ્ર સિંહ રાઠોડ. શાળા આચાર્યશ્રી જશુભાઈ તથા શાળા શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સંપૂર્ણ વ્યવસ્થા આયોજન કરનાર બહાદુરસિંહ ગોહિલે  તમામ  સ્ટાફગણ નો આભાર વ્યક્ત કર્યો હતો

IMG-20230811-WA0126.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *