Gujarat

માંગરોળ તાલુકાની ઢેલાણા પે સેન્ટર શાળામાં મારી માટી મારો દેશ અભિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા    

માટીને નમન વીરોને વંદન દેશની માટી અને સ્વાતંત્રસેનાનીઓ,શહીદો વિરાંગનાઓ પ્રત્યે ઋણ અદા કરવાના મહાઅભિયાન  મારી માટી મારા દેશમાં સમગ્ર જૂનાગઢ જીલ્લો રાષ્ટ્રપ્રેમમાં  તરબોળ થતો જોવા મળી રહ્યો છે. તા.૯ ઓગસ્ટ થી શરૂ થયેલ આ મહા અભિયાન માં લોકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા પે.સેન્ટર શાળામાં મારી માટી મારો દેશ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પે સેન્ટર શાળાના પંટાગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ઢેલાણા ગામના નિવૃત્ત આર્મીમેન શ્રી નાથાભાઈ ગોવાભાઇ પરમાર અને શ્રી સુરેશભાઈ બચુભાઈ રાઠોડનું સાલ ઓ ઢાડી બહુમાન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં નિવૃત્ત આર્મીમેન, સરપંચશ્રી, ગ્રામપંચાયતના સભ્યો, શાળાના આચાર્યશ્રી સહિતના હસ્તે શીલાફલકમનું અનાવરણ, હાથમાં દીવા સાથે પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ, ભવ્ય વારસાનું ગૌરવ –  જતન કરવાની ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ દીવા સાથે સેલ્ફી લીધી હતી.  શાળાના પંટાગણમાં વૃક્ષારોપણ, ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી.

કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કાનજીભાઈ ડોડીયા એ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી નારણભાઈ ચાવડા, માજી સરપંચ શ્રીશ્રી  દેવશીભાઈ ભરડા, શાળાના આચાર્યશ્રી દેવશીભાઈ નંદાણીયા, તલાટી મંત્રી શ્રી પરીતાબેન ચોચા તેમજ શાળાનો  સ્ટાફગણ , અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

DHELANA-SCHOOL-MARI-MATI-MARO-DESH-KARYAKRAM-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *