Gujarat

દિવ્યાંગ અને મંદબુદ્ધીના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉમંગ ઉત્સવ યોજાશે

ઉમંગ ઉત્સવમાં દિવ્યાંગ બાળકોને સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય ક્ષેત્રે ૦૭ થી ૧૨ વર્ષ સુધીના દિવ્યાંગ(વિકલાંગ) બાળકો માટે તથા ૦૭ થી ૧૫ વર્ષ સુધીના મંદબુધ્ધિના બાળકો માટે તાલીમ, સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતી દ્રારા પ્રોત્સાહિત કરવા માટે કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓ, ગાંધનીગર દ્રારા ‘‘ઉમંગ ઉત્સવ’’નું આયોજન કરવામાં આવનાર છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદેશકક્ષા તેમજ રાજયકક્ષાએ ઉમંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા સંગીત વિભાગમાં સમુહગીત, નાટ્ય વિભાગમાં એંકાકી, નૃત્ય વિભાગમાં લોકનૃત્ય, ગરબા, રાસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉમંગ ઉત્સવમાં ભાગ લેવા માટે ઇચ્છુક બાળકોએ નિયત ફોર્મ ભરી તા.૨૫/૦૮/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ મોકલવાનું રહેશે. આ અંગેનું નિયત ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જુનાગઢથી મેળવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *