સમગ્ર ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણનું અગત્યનું તીર્થસ્થળ કહી શકાય એ જુનાગઢ શહેરના જવાહર રોડ ઉપર આવેલું ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય મંદિર લોકોની આસ્થા અને શ્રદ્ધામાં બળ પૂરું પાડે છે. અહીં ભાવિકો પૂજન-દર્શન નો લાભ લેવા દેશ-પરદેશથી પધારતા હોય છે. આ તીર્થસ્થળના સ્વામી શ્રી હરિવલ્લભ સ્વામીએ એક વાતચીત દરમિયાન ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન. નરેન્દ્રભાઈ મોદીની કાર્યકુશળતાને બિરદાવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિતને શ્રેષ્ઠ માનનાર વડાપ્રધાન શ્રી જ્યારે રાષ્ટ્રના વિકાસ માટે દિવસ દ્વારા રાત જોયા વિના કાર્ય કરી રહ્યા હોય ત્યારે દેશ માટે દરેક વ્યક્તિએ રાષ્ટ્રભાવના ઉજાગર બને તે રીતે કામ કરવું જોઈએ. સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આપણી માટી-આપણો દેશ, વીરોને વંદન-શહીદોને નમન ભાવના સાથે આપણા વડાપ્રધાન શ્રી આપણા રાષ્ટ્ર માટે ખૂબ ખૂબ કામ કરી રહ્યા છે, ત્યારે અમારા જેવા સૌરાષ્ટ્રના અનેક સાધુ સંતો સૌ તેના પર રાજી છીએ, આવીને-આવી ભાવના દરેક નાગરિક પોતાના દિલમાં રાખે અને પોતે પણ રાષ્ટ્ર ભાવના સાથે કાર્યકર્તા રહે તેવી શુભેચ્છાઓ શ્રી હરીવલ્લભ સ્વામી એ પાઠવી હતી.
