Gujarat

જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

આગામી દિવસોમાં સ્વાતંત્ર્ય દિન, પારસી નુતનવર્ષ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો
આવતા હોય છે. જેને અનુલક્ષીને, જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય
બનાવ ન બને, તે માટે તકેદારી રાખવી જરૂરી જણાય છે. તેથી, સમગ્ર જિલ્લામાં આગામી તા.08/09/2023 સુધી કોઈપણ
વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન,
કોઈપણ પ્રકારના ક્ષયકારી, સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો, ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા
તેના શબ, આકૃતિઓ અને પૂતળાં દેખાડવા કે બાળવા નહીં.

જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email-informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭

www.gujaratinformation.net

તા.૧૧-૦૮-૨૦૨૩ સમાચાર યાદી : ૭૩૯

આ ઉપરાંત, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું
તેમજ પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી.શાહ મ્યુનિ.ટાઉનહોલમાં પ્રવેશ
કરવો- આવી તમામ પ્રવૃતિઓ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે
છે. આ જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની સજા, ઓછામાં
ઓછાં 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે.

ઉપરોક્ત જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેઓને ફરજ
નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક
અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય,
પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલા વ્યક્તિ અને કિરપાણ રાખેલા
શીખને લાગુ પડશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *