Gujarat

કલેકટરે ડાયવર્ઝન કરેલા માર્ગ માટેનું જાહેરનામું સેટલમેન્ટ કામગીરી માટે ૧૦ સપ્ટેમ્બર સુધી લંબાવ્યું  

છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે.૫૬ પર આવેલ ભારજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું ૨૯ જુલાઈથી ૧૦ ઓગસ્ટ સુધીના સમયગાળા માટે બહાર પાડવામાં આવ્યું હતું. કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ વડોદરાની માંગણી અન્વયે કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી સ્તુતિ ચારણ બ્રીજનું સેટલમેન્ટ થઈ રહેલું જણાતું હોઈ માટે બ્રીજનું અવલોકન વધુ સમય માટે કરવું પડે તેમ હોઈ આ જાહેરનામાંની મુદત તા.૧૧ ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવે છે.
બોડેલીથી છોટાઉદેપુર તરફ જતા વાહનો મોડાસર ચોકડી થઈ રંગલી ચોકડી થઈ રતનપુર,વનકુટીર ત્રણ રસ્તા જેતપુર પાવી મેઈન રોડ હાઈવે નં.૫૬ ઉપર પસાર થઈ શકશે.
છોટાઉદેપુર, જેતપુર પાવી તરફથી આવતા ભારે વાહનો જેતપુર પાવી, વનકુટીર થઈ રતનપુર થઈને રંગલી ચોકડીથી મોડાસર થઈને બોડેલી-નસવાડી હાઈવે ઉપર પસાર થઈ શકશે.
આ જાહેરનામાં અન્વયે કાર્યપાલક ઇજનેર,વડોદરા દ્વારા ડાયવર્ઝન અને ગતિ સીમા અંગેના સાઈન બોર્ડ લગાવવાના રહેશે, તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાનો રહેશે. આ જાહેરનામાં દરમિયાન જ સેટલમેન્ટની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તા.૧૧/૦૮/૨૦૨૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી આ જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *