Gujarat

બેન્ક ઓફ ઇન્ડિયા કઠલાલ માં ગોકળગતી એ ચાલતું કામકાજ.

મકસુદ કારીગર,કઠલાલ
આળસુ કર્મચારીઓ થી ગ્રાહકો પરેશાન.
—————————-
                     બોક્ષ
કામ કરાવું હોય તો કરાવો નહીંતર જતા રહો બેન્ક ના કર્મચારીનો ગ્રાહક ને જવાબ.
—————————
કઠલાલ નગર માં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા માં અવાર નવાર ગરીબ અને મધ્યમ વર્ગ ના કે પોતાની નાની બચત મુકવા જતા અભણ ગ્રાહકો ને  ઘણી તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ફૉર્મ,સ્લીપ,રસીદ કે પછી સહી પણ કરતા ના આવડતું હોય તેવા ગ્રાહકોને એક ટેબલ થી બીજા ટેબલે ધક્કે ચઢાવવામાં આવે છે.અયોગ્ય જવાબ આપી ગુસ્સે થતા કર્મચારી થી ગ્રાહકને શરમાવુ પડે છે. અને કર્મચારી એસી અને પંખા ની હવા ખાઇ રહ્યો ત્યારે પરસેવે લથપથ ગ્રાહક કારણ કે ગાહકો માટે એસી બંધ હાલત માં જોવા મળ્યું હતું.માંડ બિચારા ગ્રાહકનો લાંબી લાઇન માં ઉભા રહ્યા બાદ નંબર આવે એટલે કાઈ ને કાંઈ ખામી કે ભૂલ કાઢીને ફરીવાર ધક્કો ખાઈ ને ફરી લાંબી લાઇન માં ઉભા રહેવાનું.ગ્રાહક કઇ પૂછે એટલે ” ઉલટા ચોર કોટવાલ કો ડાંટે “અને પાછું ઉતાવળ હોય તો જતા રહો તેવો જવાબ પેલા કર્મચારી ગ્રાહકને આપે.
જનધન ખાતું,લોન બાબતે,વિધવા સહાય,પેનશન સહાય,બાળકોની શિષ્યવૃતિ સહાય હોય કે સરકારી યોજના બાબતે કામકાજ હોય પણ કોઈ જ માહિતી કે નોટિસ બોર્ડ લગાવેલ ના હોયતો ગ્રાહક કોને પૂછે?
પાછું વીઆઇપી ગ્રાહકો માટે એક્સપ્રેસ ગતિ એ વિના લાઇન કે વિના વિલંબે કામકાજ કરી આપે છે આ કર્મચારીઓ તેવો પણ ગ્રાહકો નો આક્ષેપ છે.
 તો એસી ની હવા ખાતા અને મોટો પગાર લેતા કર્મચારી ઓને આવા મધ્યમ વર્ગ અને ગરીબ ગ્રાહકો ને મદદરૂપ થઇ ફોર્મ કે સ્લીપ કે અન્ય રીતે મદદરૂપ થવું જોઈ એ કે નહીં ?? અથવા કોઈ હેલ્પર કે અન્ય અલગ કર્મચારી મુકવો જોઈ એ કેમ?? જેથી ગ્રાહકો ને પડતી મુશ્કેલીઓ ઓછી થાય.હાલ તો એટલું ચોક્કસ કહી શકાય કે  જવાબદાર કર્મચારી તરીકે આ બાબતે ધ્યાન આપવું જરૂરી છે.

IMG_20230811_210113.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *