બનાસકાંઠાના દાતા તાલુકાના 42 ખેડૂતો સાથે 52 ટ્રેક્ટરની છેતરપિંડી આચરાઈ અંતરિયાળ વિસ્તારના આદિવાસી ખેડૂતોના ડોક્યુમેન્ટ લઈ તેમને ટ્રેક્ટર અપાવી અને લાલચ આપી અને લગભગ ત્રણ કરોડની છેતરપિંડી આચરાઈ હવે ખેડૂતો પાસે ટ્રેક્ટર નથી પરંતુ છેલ્લા છ માસથી પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે પરિસ્થિતિ એ છે કે ખેડૂતો પાસે માત્ર ટ્રેક્ટરના ફોટા છે ટ્રેક્ટર નથી કેવી રીતે છેતરપિંડી આચરી છે જોઈએ આ અહેવાલમાં
બનાસકાંઠાનું દાતા તાલુકો એ અંતરિયાળ વિસ્તાર છે અહીંયા ગરીબ અને અશિક્ષિત આદિવાસી લોકો રહે છે ત્યારે દાતા તાલુકાના મીઠી બિલ્લી ગામે ખેતીના વ્યવસાય કરતાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરાઈ છે છ માસ અગાઉ દાહોદના એક વ્યક્તિએ આ ખેડૂતોને ટ્રેક્ટર છોડાવી આપવાની લાલચ આપી કંપનીમાં પહેલા ડાઉન પેમેન્ટ ભરવાનું હોય તે પણ આ વ્યક્તિએ ભર્યું અને મીઠી બિલ્લિ ગામના આ ભાઈ સાથે તેમના દસ્તાવેજો લઈને શોરૂમમાં ગયા અને નવું ટ્રેક્ટર છોડાવી આપ્યું. ખેડૂતને એવી લાલચ આપી અને બે ટ્રેક્ટર છોડાવી દીધા ત્યારબાદ દાતા તાલુકાની કવોરી આવેલી છે અને આ કોરીમાં ટ્રેક્ટર ભાડેથી ફરશે હપ્તો પણ એ ચુકવશે અને મહિને 20,000 રૂપિયા મળશે આવું કહીને ટ્રેક્ટર લઈ ગયા. પ્રથમ પાસે હપ્તો ભર્યો અને 20,000 રૂપિયા આપ્યા ત્યારબાદ ખેડૂત વિશ્વાસમાં આવી ગયો પરંતુ તેના બાદ ખેડૂતને પૈસા મળતા બંધ થઈ ગયા અને હપ્તો પણ ભરાતું ન હતું જેને લઇને ખેડૂતો ત્યાં શોધખોળ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં ટ્રેક્ટર પણ ન હતું અને ટ્રેક્ટર અપાવનાર ઈસમ પણ ન હતો ત્યારે હવે પરિસ્થિતિ એ થઈ છે કે ખેડૂત પાસે ખેતીની જમીન છે અને ખેતીની જમીન વેચવા સિવાય કોઈ આરો નથી કારણ કે લગભગ ૧૧ લાખની બે ટ્રેક્ટર ઉપર લોન છે અને રોજ કમાઈને રોજ ખાનાર આ આદિવાસી ખેડૂતો હપ્તા ભરી કે એવી પરિસ્થિતિ નથી ત્યારે હવે આ ગરીબ ખેડૂતો ફસાયા છે કારણ કે બેંક વાળા હપ્તા માટે ધાક ધમકી આપે છે કંપની વાળાએ હાથ અત્તર કર્યા છે અને છેતરપિંડી આચરનાર ઈસમ ટ્રેક્ટર સાથે ફરાર થઈ ગયો છે ત્યારે હવે આ ગરીબ ખેડૂતોની શું પરિસ્થિતિ હશે એ કલ્પી શકાય કારણ કે હવે તેમની પાસે માત્ર ટ્રેક્ટરનો ફોટો છે ટ્રેક્ટર નથી
આવું એક ખેડૂત નથી પણ 42 જેટલા ખેડૂતો છે જેમની સાથે છેતરપિંડી આચરાઈ છે દાતા તાલુકાના 42 ખેડૂતો સાથે 52 ટ્રેક્ટરની છેતરપિંડી થઈ છે અંદાજે ત્રણ કરોડની છેતરપિંડી આંચરી અને દાહોદ નો ઈસમ ફરાર થઈ ગયો છે ત્યારે આ તમામ જે છેતરપિંડીનો ભોગ બનનાર છે એ ગરીબ આદિવાસી ખેડૂતો અને તેમાં મહિલા પણ બાકાત નથી કારણ કે મહિલાના દસ્તાવેજો ના નામે પણ ટ્રેક્ટર લઈ અને છેતરપિંડી આચરી છે પાંચ લાખથી વધુની આ ગરીબ ખેડૂતો માટે લોન નાખી દઈએ તેમને હપ્તા ભરવાનું કઈ દર મહિને 20,000 રૂપિયા આપવાના લાલચ આપી અને ટ્રેક્ટર લઈ ફરાર થઈ ગયા છે ત્યારે આ તમામ ખેડૂતો દાતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને એફઆઇઆર કરવા માટે આજે રજૂઆત કરી છે છેલ્લા પાંચથી એસપી સહિત દાંતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમની એફઆઇઆર નથી થતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


