Gujarat

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે સેક્ટર-૨૧માં NAFISની કામગીરીનું જાત નિરિક્ષણ કર્યું

ગાંધીનગર
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સાંજે પાંચેક વાગ્યે ગાંધીનગર સેક્ટર-૨૧ પોલીસ મથકે પહોંચી ગયા હતા. તેમણે આગામી દિવસોમાં અમલમાં મૂકાનાર નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (દ્ગછહ્લૈંજી)ની કામગીરીનું જાત નિરિક્ષણ કર્યું હતું. ડીજીપી હ્લજીન્ના અધિકારીઓ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને દ્ગછહ્લૈંજી અંગેની વિગતો મેળવી હતી. રેન્જ આઈજીપી વિરેન્દ્ર યાદવ અને જિલ્લા એસપી રવિ તેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પહેલાં જ ડીજીપીએ દિલ્હી ખાતે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોની મુલાકાત લઇ દ્ગછહ્લૈંજી સાથેની કનેક્ટિવિટીની ચર્ચા કરી હતી. કોઇ પણ ગુનામાં ઝપાયેલા ગુનેગારોની ફિંગરપ્રિન્ટનો જે ડેટા તેયાર કરાયા છે. તેનું ગુજરાત એફએસએલ દ્વારા ડિજિટલાઇઝેશન કરાઇ રહ્યું છે. જે સિસ્ટમ હવે છેક પોલીસ સ્ટેશન સુધી કનેક્ટ કરાઇ રહી છે. ગુજરાતની માફક અન્ય રાજ્યોમાં પણ ગુનેગારોના ફિંગરપ્રિન્ટ રેકોર્ડને દ્ગછહ્લૈંજી સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યો છે. હવે પોલીસ મથકોમાં આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને તેમાં કેવી સમસ્યાઓ ઉભી થાય છે, તેની ડીજીપીએ વિગતો મેળવી હતી. દ્ગછહ્લૈંજી કાર્યરત થઇ જતાં દેશભરના ગુનેગારોને એક ડેટા તૈયાર થશે. જેને કારણે ગુજરાતમાં ગુનાખોરી કરનાર ગુનેગારની ફિંગરપ્રિન્ટને આધારે તેની ક્રાઇમકુંડળી તૈયાર થઇ જશે. તેવી જ રીતે કોઇ ક્રાઇમ સીન પરથી મળેલી ફિંગરપ્રિન્ટને આધારે આરોપીની વિગતો પણ મેળવી શકાશે. ડીજીપી વિકાસ સહાયે સેક્ટર -૨૧ પોલીસ મથકની મુલાકાત લઇ દ્ગછહ્લૈંજીની વિગતો મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં દ્ગછહ્લૈંજી ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને માત્ર એક જ રાજ્યની નહીં પરંતુ આંતર રાજ્ય ગેંગની પણ વિગતો મળી શકશે. વિરેન્દ્રસિંઘ યાદવે જણાવ્યું હતું કે, દ્ગછહ્લૈંજીની મદદથી ગુનેગારોનો ડેટા એકત્રિત થઇ જશે જેને કારણે ડિટેક્શન ઝડપી બનશે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *