Gujarat

સુરતમાં ૫૧ સ્કુલ રિક્ષા-વાન ચાલકોને ૬ લાખ રુપિયાનો દંડ ફટકારાયો

સુરત
સુરતમાં બાળ અધિકાર આયોગની સૂચના બાદ આરટીઓએ લાલ આંખ કરી છે. ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી ૫૧ રિક્ષા- વાન સામે લાલ આંખ કરી છે. આરટીઓ દ્વારા વધુ પડતા બાળકોને વાનમાં લઈ જતા રિક્ષા વાન માલિકોને આરટીઓ દ્વારા રૂપિયા ૬ લાખનો દંડ ફટકારાયો છે.બાળ આયોગે ફરિયાદના આધારે શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો. જેમાં કલેકટરે આરટીઓને દર મહિને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા આદેશ કર્યો છે. મળતી માહિતી અનુસાર હવે આરટીઓ અઠવાડિયામાં બે દિવસ સ્પેશિયલ ડ્રાઈવ કરશે. તો બીજી તરફ સુરત મનપા હવે અમદાવાદની જેમ ઢોર પકડવાની નીતિ અપનાવશે. ઢોરના કારણે અકસ્માતમાં જે નુકસાની થશે તે ઢોર માલિક પાસેથી વસૂલવામાં આવશે.સાથે ઢોર માલિક સામે ગુનો દાખલ કરાશે. મનપા રખડતા ઢોરની ઇહ્લૈંડ્ઢ ટેગીંગ અને અમદાવાદની જેમ જીપીએસની નીતિ અપનાવશે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *