તાજેતરમાં આંકલાવ તાલુકાના જોષીકુવા ખાતે આવેલ પ્રાથમિક તેમજ યુ. કે. પટેલ માધ્યમિક શાળામાં આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા પોકસો એક્ટ-2012 વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
પાવરપોઇન્ટના માધ્યમથી યોજાયેલ આ કાર્યક્રમમાં બન્ને શાળાના કુલ 202 જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પ્રસ્તુત કાર્યક્રમમાં ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે પણ સમજ પુરી પાડવામાં આવી હતી. જાતિય શોષણ સામે બાળકોને રક્ષણ પૂરું પાડતા આ કાયદાની સમજ આપવા બદલ બન્ને શાળાના આચાર્યશ્રીઓ દ્ગારા આશાદીપના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો.


