Gujarat

 જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 10 ઓગષ્ટ થી વધારી 17 ઓગષ્ટ કરવામાં આવી છે,        

રાજ્યમાં હાલ ધોરણ 5 મા અભ્યાસ કરતા અને વર્ષ 2024-25 સત્રમાં ધોરણ 6 મા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ હવે 17 ઓગષ્ટ  સુધી ઓનલાઈન અરજી કરી શકશે, છોટાઉદેપુર જિલ્લાની કડીપાની ખાતે ચાલતી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 ની 40 બેઠક માટે  જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં હાલ ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓને જવાહર નવોદય ની વેબ સાઇટ http://navodaya.gov. in અથવા http://cbseitms.rcil.gov.in/nvs ઉપર નિઃ શુલ્ક પ્રવેશ પરીક્ષા માટેની અરજી કરવા નવોદય વિદ્યાલય કડીપાણી ના પ્રચાર્ય શ્રીમતી શેફાલી સીંગે અનુરોધ કર્યો છે.પ્રવેશ પરીક્ષા આગામી 20 જાન્યુઆરી 2024 ના રોજ યોજાનાર છે.ઉલ્લેખનીય છેકે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત ચાલતી જવાહર નવોદય વિદ્યાલય એ ઉત્કૃષ્ટ અને સર્વાંગી વિકાસ સહિતનું શિક્ષણ આપતી રાષ્ટ્રીય કક્ષાની નિવાસી શાળા છે જેમાં ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવાન વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના માધ્યમથી ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતા મેરિટ માં આવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.નવ નિર્મિત છોટાઉદેપુર જિલ્લાની નવોદય વિદ્યાલય હાલ હંગામી ધોરણે કડીપાણી ખાતે કાર્યરત છે જેનું સ્થાયી બિલ્ડીંગ સંખેડાના બહાદરપુર ખાતે નિર્માણાધિન છે,આગામી નવા સત્રથી શાળા નવા સ્થાયી અને તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગમાં કાર્યરત કરી દેવામાં આવશે.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *