Gujarat

તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું મોટી કુકાવાવ*

*તિરંગા યાત્રા દરમ્યાન “જય હિંદ અને ભારત માતા કી જય” ના જયઘોષ થી ગુંજયું કુકાવાવ*
જિલ્લામાં આજે વહીવટી તંત્રના નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. જે કાર્યક્રમને સફળ બનાવવા આજે મોટી કુકાવાવ ખાતે તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મોટી કુકાવાવ નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ સાથે 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. કુકાવાવ રામજી મંદિર થી લઈને બસ સ્ટેશન ચોરા સુધી નીકળેલી તિરંગા યાત્રા છેલ્લે રાષ્ટ્રગીત નું ગાન કરી પૂર્ણ થઈ હતી.
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોટી કુકાવાવ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા આજે દેશભક્તિના માહોલ વચ્ચે મોટી કુકાવાવ મુખ્ય મહોલ્લા પર ફરી હતી. મોટી કુકાવાવ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં કુકાવાવ ની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કુકાવાવ નાં નાગરિકો સહિત હજારોની જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી.
 લહેરાતા તિરંગાની આસપાસ તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો  શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પુર્ણાહુતિ પ્રસંગે મારી માટી, મારો દેશ… માટીને નમન, વીરોને વંદન દેશ માટે બલિદાન આપનાર વીરોને સમપ્રિત દેશ ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી.
કુકાવાવ શહેરમાં નીકળેલી યાત્રામાં પોલિસ સ્ટાફ , જીઆરડી, હોમ ગાર્ડ, તેમજ આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી.

IMG-20230813-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *