સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આઝાદી અમૃત મહોત્શવ અંતર્ગત તા.૧૪–૦૮–૨૦૨૩ ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી માટે ગુજરાતના ૧૭ મુખ્ય કેન્દ્રો અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, નડિયાદ, આણંદ, વડોદરા, દમણ, વાપી, નવસારી, સુરત, વલસાડ, મોરબી, જામનગર, ભુજ, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ) પર પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદર્શનની શરૂઆતમાં એક સંક્ષિપ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદઘાટન ફ્રીડમ ફાઇટર્સ, અગ્રણી વરિષ્ઠ નાગરિકો, જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિભાજનની દુર્ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિઓને પ્રદર્શનમાં આમંત્રણ અપાયું હતું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. ૧૪–૮–૨૦૨૩ના સાંજ સુધીમાં ૫૮ મહાનુભાવો સાથે ૨૨૮૯ નાગરિકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
અમદાવાદ ખાતે એસબીઆઇની મેઇન બ્રાન્ચ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું ઉદઘાટન અમદાવાદ સર્કલ ના ચીફ જનરલ મેનેજર શ્રી ક્ષિતિજ મોહન ની હાજરી માં જનરલ મેનેજર (NW–I) શ્રી આર શૈલેષ ઉન્નીથન, જનરલ મેનેજર (NW-II ) પ્રણય રંજન દ્વિવેદી, જનરલ મેનેજર (NW-III) શ્રી ગોપાલ ઝા,ડીજીએમ (બીએન્ડઓ), અમદાવાદ શ્રી મિથિલેશ કુમાર, ડી જી એમ એન્ડ સીડીઓ શ્રી વિક્રમ ઝાં અને સ્ટાફના સભ્યો સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું હતું.


