Gujarat

ગુજરાતના ૨૦૭ જળાશયમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ

અમદાવાદ
આ વર્ષે ચોમાસામાં ગુજરાત તેમજ ઉપરવારમાં સારો એવો વરસાદ (ઇટ્ઠૈહ) વરસતા ગુજરાતના જળાશયોમાં પાણીની સારી એવી આવક થઇ છે. જેના પગલે ગુજરાતના મુખ્ય ૨૦૭ જળશયોમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ થયો છે. એટલુ જ નહીં સરદાર સરોવર ડેમમાં પણ ૭૭.૪૭ ટકા જળસંગ્રહ થયો છે. જેના પગલે આવતા વર્ષે પાણીની સમસ્યા નહીં રહે તેવુ જાેવા મળી રહ્યુ છે. ૯૫ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક.. જે જણાવીએ, રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં કુલ સરેરાશ ૮૦.૬૯ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬.૦૬ ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ૧૦૯.૭૨ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૭.૨૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૬૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૪.૯૮ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. જેના પગલે ગુજરાતના ૯૫ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થઇ છે. ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જેટલો જળસંગ્રહ.. જે જણાવીએ, ગુજરાતની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૫૮,૭૯૭ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૭.૪૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૩.૨૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૯.૪૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૦૬ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૫.૬૮ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૩.૮૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૪ જળાશયો.. જે જણાવીએ, મહત્વનું છે કે, રાજ્યમાં થઈ રહેલા સાવર્ત્રિક વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૪ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૩૧ જળાશયો મળી કુલ ૯૫ જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૫ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૪ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *